કુલદીપ યાદવે ધોનીને દેખાડ્યો અરીસો, કહ્યું કે ‘તેઓ પણ કેટલીક વખત ખોટા હોય છે પણ તેમને કોઈ કહી શકતું નથી’

ક્રિકેટના ચાહકોએ ધોનીની વિરુદ્ધમાં થયેલી ટિપ્પણીને લઈને જાણીતા ક્રિકેટરને સોશિયલ મીડિયા પર જોરદાર જવાબ આપ્યો છે.

ભારતના ક્રિકેટના ચાહકોએ ધોનીને ખૂબ જ વધારે પસંદ કરે છે અને તેની વિરુદ્ધ કોઈપણ વાત સહન કરવા ટેવાયેલાં નથી તે આજે એક વાત પરથી સ્પષ્ટ થઈ ગયું. સોશિયલ મીડિયામાં ધોની પર કુલદીપ યાદવે એક ટિપ્પણી કરી હતી અને તેના લીધે કુલદીપ યાદવને ટ્રોલ થવાનો વારો આવ્યો છે. લોકોએ સોશિયલ મીડિયામાં કુલદીપ યાદવ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો અને ધોની વિશે કંઈ પણ ન બોલવા કહ્યું હતું.

 

READ  વલ્ડૅ કપ ટીમમાં સ્થાન ન મળવાને કારણે હવે આ ટીમમાં રમવા ઈચ્છે છે રહાણે, BCCIને મોકલ્યો ઈ-મેલ

થયું એવું હતું કે કુલદીપ યાદવે ધોની વિરુદ્ધ ટિપ્પણી કરી હતી કે ધોની કેટલીક વખત પોતે પણ ખોટા હોય છે પણ તેને કોઈ કહી શકતું નથી. કેટલીક એક વિકેટકિપરના ટિપ્સ પણ કામ આવતા નથી. કુલદીપ યાદવની આ મજાકથી સોશિયલ મીડિયામાં હોબાળો મચી જવા પામ્યો છે.

 

આ પણ વાંચો: તમારું WhatsApp કરી લો તરત જ અપડેટ નહીં તો થઈ જશે આ મોટું નુકસાન!

કુલદીપ યાદવે કહ્યું કે કેટલીક વખત એવું થાય છે કે તે(ધોની) ખોટા હોય છે પણ તમે તેમને આ બાબતે કંઈ કહી શકતા નથી. તેઓ વધારે વાત કરતા નથી અને જરુર પડે ત્યારે જ પોતાની સલાહ ઓવરની વચ્ચે આપે છે. આ મજાકના લીધે કુલદીપ યાદવને ટ્રોલ થવાનો વારો આવી ગયો છે.

READ  ટ્વિટરના CEO એ મોદી સરકારને 'ડિંગો બતાવ્યો', ભારતીય સંસદીય સમિતિની સમક્ષ હાજર થવાની ના પાડી

 

Latest News Stories From Gujarat : 19-09-2019 | Tv9GujaratiNews

FB Comments