જાણો કેમ ધોનીએ 20 વર્ષ જુના મોડેલની ગાડી ખરીદી, અધધધ… કિંમત છે આશરે 1 કરોડ રૂપિયા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ગાડી અને બાઈકના શોખીન છે. તેમની પાસે ફરારી 599 GTO, હમર H2, GMC સિએરા જેવી હાઈટેક ગાડી સિવાય કાવાસાકી નિન્જા H2, BSA, સુઝુકી હાયાબુસા અને નોર્નટ વિન્ટેજ જેવા શાનદાર બાઈક્સ પણ છે. ધોનીની ગેરેજમાં 50થી વધારે ગાડી અને બાઈક સામેલ છે. માહીની કાર કલેક્શનમાં નવી એન્ટ્રી Nissan Jongaએ કરી છે.

ધોનીની આ નવી ગાડી નિસાન જોન્ગાને નાકોદર, પંજાબના SD ઓફરોડર્સમાં મોડિફાઈ કરવામાં આવી છે. ધોનીએ જે જોન્ગા ગાડી ખરીદી છે, તેને ‘1 Ton’ના નામથી પણ ઓળખવામાં આવતી હતી પણ આ નિસાન 4W70 સીરીઝનું વ્હીકલ છે. જોન્ગા નામ તેને જબલપુર ઓર્ડિનેસ એન્ડ ગનકેરિઝ એસેમ્બલી (JONGA)ના કારણે આપવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જો આપ મહિલા છો અને લિવ ઇન રિલેશનશિપમાં છો કે જવાનું વિચારતા હોવ, તો એક વાર સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો વાંચી લે જો

નિસાન આ SUVનું પ્રોડક્શન વિશેષ રીતે ભારતીય સેના માટે 1999 સુધી કરતુ હતું. ધોનીએ 20 વર્ષ જુની જોન્ગા કાર ખરીદી છે. તેને બ્રિલિયન્ટ ગ્રીન કલર કરવામાં આવ્યો છે અને સાથે જ તેમાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. આ કારની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા જેટલી છે. આ ગાડી ધોનીને પસંદ પડતા તેઓએ ખરીદી લીધી છે.

READ  બલિદાન બેજના લોગો સાથે ધોની મેદાન પર નહીં ઉતરી શકે, ICCએ ના આપી મંજૂરી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

માહીની જોન્ગામાં નવા હેડલેમ્પ, રાઉન્ડેડ LED DRL અને કોન્ટ્રાસ્ટ બ્લેક કલરનું નવું બમ્પર આપવામાં આવ્યું છે. તે સિવાય તેમાં મોટા મિરર, ફેન્ડર્સ, નવા ટેલ લેમ્પ અને બ્લેક રૂફ રેલ્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ ગાડીમાં 6 સિલિન્ડરનું પેટ્રોલ એન્જિન છે. ધોનીની આ ગાડી જોન્ગા 4 વીલ ડ્રાઈવ સિસ્ટમ વાળી છે. SUVના ફ્રન્ટ અને રિયરમાં હાઈડ્રોલિક બ્રેક આપવામાં આવી છે.

READ  ધોનીના ગ્લવ્સ પર લાગેલા નિશાનને લઈ મામલો વધુ ગુંચવાયો, BCCIએ ICCને ચિઠ્ઠી લખીને કહ્યું કે આવુ નહી થાય!

આ પણ વાંચો: ધોનીની સાથે ઝિવાએ કરી ગાડીની સફાઈ, વીડિયો થયો વાઈરલ

 

Oops, something went wrong.
FB Comments