વિશ્વ કપમાં ભારત અત્યાર સુધી અજય રહ્યું પણ ભારત માટે આ કારણ મોટી મુશ્કેલી બની શકે!

ભારત અત્યાર સુધી વિશ્વ કપમાં અજેય રહ્યું છે. કોઈ પણ ટીમે ભારતને હરાવ્યુ નથી. ભારતે વેસ્ટ ઈન્ડીઝને 125 રનોથી હરાવીને ટૂર્નામેન્ટમાં છઠ્ઠી જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલ પર 11 પોઈન્ટ સાથે ભારતીય ટીમ બીજા સ્થાને છે.

વિશ્વ કપ 2019માં અત્યાર સુધી ભારતે સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, અફઘનિસ્તાન અને વેસ્ટ ઈન્ડીઝને ધૂળ ચટાડી છે. ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે પણ અનુભવી બેટસમેન ધોનીની એક નબળાઈને લીધે આવનારી મેચોમાં ભારતીય ટીમની મુશ્કેલી વધી શકે છે. મહેન્દ્ર સિંહ ધોનીની સૌથી મોટી નબળાઈ સામે આવી છે. તે સ્ટ્રાઈક રેટ અને ડોટ બોલને વધારે રમવા, વેસ્ટ ઈન્ડીઝની સામે વિશ્વ કપ મેચમાં ધોનીએ 61 બોલમાં 56 રન ફટકાર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હવે પોતાનું ઘર લેવાનું સપનું થશે સાકાર, મોદી સરકારે GSTના દરોમાં કર્યો ધરખમ ઘટાડો

ધોનીની આ ઈનિંગ દરમિયાન સૌથી રસપ્રદ વાત એ રહી કે ધોનીએ તેમની ઈનિંગમાં 56 રન દરમિયાન પહેલા 26 રન 45 બોલમાં બનાવ્યા, તે દરમિયાન તેમની સ્ટ્રાઈક રેટ 57.78 હતી. ધોનીએ બીજા 30 રન 16 બોલમાં બનાવ્યા, ત્યારે તેમની સ્ટ્રાઈક રેટ 187.50 હતી.

ધોનીની આ નબળાઈને કારણે ભારતની ઈનિંગ ધીમી પડી હતી. છેલ્લી બે મેચોમાં ભારતની ઈનિંગ ખાસ કરીને 30 ઓવર પછી ખુબ ધીમી પડી છે. જેનાથી ભારત 300 રનના સ્કોર સુધી પહોંચી શકતુ નથી. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડીઝ સામે ધોનીની બેટિંગ ખુબ સાધારણ રહી છે.

READ  કેપ્ટન કોહલીની સદી અને ભારતીય બોલરોના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી ભારતે વેસ્ટ ઈન્ડિઝને 59 રનથી હરાવ્યું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સેમીફાઈનલ અને ફાઈનલ જેવી મેચમાં ધોનીની આ નબળાઈના કારણે જો ભારત મોટો સ્કોર નહી બનાવી શકે તો ટીમને મોટુ નુકસાન થઈ શકે છે. તે પહેલા અફગાનિસ્તાનની સામે વિશ્વ કપ મેચમાં ધોનીએ 52 બોલમાં 28 રન બનાવ્યા હતા. ત્યારે ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે પણ ધોની પર નારાજગી વ્યક્ત કરી હતી.

READ  વર્લ્ડકપ 2019માં ટકરાશે ભારત અને પાકિસ્તાનની ટીમ, જાણો કઈ ટીમનું પલ્લું રહ્યું છે ભારે!

આ પણ વાંચો: વડોદરામાં દોઢ ઈંચ વરસાદમાં જ ખુલી પાલિકાની પોલ, સ્કૂલ-કોલજોની બાહર ભરાયા પાણી, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments