ધોનીની રાહ પર ચાલીને ટીમના સાથી ખેલાડીએ જોઈન કરી આર્મી, બન્યા મેજર

ms dhoni team chennai super kings player thisara perera joins sri lanka army dhoni ni rah par chali ne team na sathi kheladi e join kari army banya major

ભારતના સ્ટાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ભારતની ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલના પદ પર છે અને હવે તેમને જોઈને તેમની ટીમના એક સાથી ખેલાડીએ આર્મી જોઈન કરી લીધું છે. ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)તરફથી IPLમાં રમી ચુકેલા શ્રીલંકાના ખેલાડી થિસારા પરેરા મેજર તરીકે શ્રીલંકાની સેનામાં જોડાઈ ચૂક્યા છે.

MS Dhoni, Chennai Super Kings, Thisara Perera, Dinesh Chandimal, cricket, sports news चेन्नई सुपर किंग्स, थिसारा परेरा, दिनेश चांडीमल, क्रिकेट, आईपीएल, स्पोर्ट्स न्यूूज

થિસારાએ ટ્વિટર પર તેની જાણકારી આપતા કહ્યું કે આર્મી કમાન્ડર લેફટનન્ટ જનરલ શાવેન્દ્ર સિલ્વાએ તેમને સેનામાં સામેલ થવા અને તે ટીમથી રમવા માટે આમંત્રણ આપ્યું હતું અને આ આમંત્રણનો તેમને સ્વીકાર કરી લીધો છે, જેનાથી તેઓ ખુશ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદના રિવર ફ્રંટ પર પ્રતિબંધ હોવા છતાં દોડાવાશે રિક્ષા ?, વિદેશી મહેમાનો સાથે ENGLISHમાં વાત કરશે રિક્ષા ચાલકો !

30 વર્ષીય મિડલ ઓર્ડર બેટ્સમેન અને મીડિયમ પેસર થિસારાએ કહ્યું કે આ સમય તેમના જીવનનો સૌથી મહત્વનો સમય છે અને તેના માટે તેમને આર્મી કમાન્ડર સિલ્વાનો આભાર માન્યો છે. તેમને વચન આપ્યું છે કે તે ક્રિકેટના ક્ષેત્રમાં સેનાને સર્વશ્રેષ્ઠ આપવાના પ્રયત્ન કરશે. મીડિયા રિપોર્ટસ મુજબ પરેરાને શ્રીલંકા આર્મી વોલન્ટીયર ફોર્સની ગજાબા રેજિમેન્ટમાં મેજર તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

READ  બાંગ્લાદેશ સામેની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, T-20 માટે કેપ્ટન કોહલીને આરામ, શર્માજી સંભાળશે ટીમની કમાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પરેરા આર્મીની ટીમથી પૂર્વ શ્રીલંકન કેપ્ટન દિનેશ ચાંડીમલની સાથે રમશે. આ વર્ષે ચાંડીમલ પણ આર્મીમાં સામેલ થયા હતા અને તે સેનાની ટીમથી જ ક્રિકેટ રમે છે. પરેરાએ શ્રીલંકા ટીમ તરફથી કુલ 6 ટેસ્ટ, 161 વનડે અને 70 ટી-20 મેચ રમ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 203, વનડેમાં 2,210 અને ટી-20માં 1,169 રન બનાવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રિઝર્વ બેંકનો આદેશ, જો આ બેંકમાં ખાતું હોય તો ફક્ત 50 હજાર જ રોકડ ઉપાડી શકશો!

 

તે સિવાય તે દુનિયાભરની ઘણી લીગમાં પણ રમી ચૂક્યા છે. IPL, BBL, PSL, BPLમાં પરેરા રમી ચૂક્યા છે. 269 ટી-20 મેચમાં તેમને 3,328 રન બનાવ્યા અને 232 વિકેટ લીધી છે. IPLમાં પરેરા ચેન્નાઈ સુપર કિંગ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટસ, મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પણ રમ્યા છે.

આ પણ વાંચો: અમરેલીઃ રાજુલાના ગામમાં સિંહ ઘૂસતા લોકોમાં ફફડાટમાં! સિંહોએ કર્યું ત્રણ ગાયનું મારણ, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments