વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની આજે પસંદગી કરવામાં આવશે, આ 3 ખેલાડી બની શકે છે ધોનીના વિકલ્પ

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે એમએસકે પ્રસાદની અધ્યક્ષતાની સીલેક્શન કમીટી આજે ખેલાડીઓની પસંદગી કરશે. ભારત 3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ શરૂ કરશે. ભાારતને આ દરમિયાન 3 T-20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમવાના છે. 38 વર્ષીય ધોનીએ BCCIને જણાવ્યું છે કે તે હવે બે મહિનાની ક્રિકેટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ધોની આગામી બે મહિના માટે પેરા મિલિટરી રેજિમેન્ટમાં જોડાશે. આનાથી તે સ્પષ્ટ થાય છે કે ધોની ટીમ સાથે વેસ્ટ ઇન્ડિઝ ની પ્રવાસ પર નહીં જાય.

આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા, જુઓ VIDEO

સીલેક્શન કરવાની મીટિંગમાં સૌથી વધુ ચર્ચા કરવામાં આવશે કે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન ધોનીને બદલે વિકેટ-કીપર બેટ્સમેન કોણ હશે. આ પહેલા અહેવાલો હતા કે કેપ્ટન વિરાટ કોહલી મર્યાદિત ઓવરમાં પણ આરામ કરી શકે છે, પરંતુ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે તે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. આવામાં ચોક્કસથી રીષભ પંત વેસ્ટ ઇન્ડિઝ જશે. પરંતુ બીજા વિકેટકીપરને લઈને બે-ત્રણ નામ પર ચર્ચા થઈ શકે છે. આ નામોમાં સંજુ સેમસન અને ઈશાન કિશનના નામ મોખરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Surgical Strike 2: ભારતના ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, સેહવાગે કહ્યું 'The boys have played really well'

રીષભ પંતને ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. પંતને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે વિકેટ-કીપર બેટ્સમેન તરીકે ટીમ ઇન્ડિયામાં શામેલ કરવાની સંભાવના છે. રિષભ પંતને ફરીથી 4 નંબર પર લાવી શકાય છે. ઇશાન કિશન હાલમાં વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસની પાંચ મેચની બિનસત્તાવાર ઓડીઆઈ શ્રેણીમાં ઇન્ડિયા એ ટીમનો ભાગ રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જુઓ ક્યા અને ક્યારે જોઈ શકાશે વલ્ડૅ કપ, કઈ ટીમ છે ચેમ્પિયન બનવા માટે દાવેદાર ?

 

મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ ઇશાન કિશન, વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસની જાહેરાત કરી ટીમમાં સ્થાન મેળવવાની સંભાવના છે. જ્યારે રીષભ પંત અત્યારે સૌથી પ્રીય વિકેટકીપર છે. સંજૂ સેમસન જેવા વિકેટરીપર બેટ્સમેન જેમણે ઘરેલું ક્રિકેટમાં સારો દેખાવ કર્યો છે. સંજુ સેમસનની પ્રતિભાએ પસંદગીકારોને પણ પ્રભાવિત કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જાળીલાના ઉપસરપંચ મનજી સોલંકીની હત્યાનો કેસઃ શંભુપ્રસાદ ટુંડિયાના હસ્તે પરિવારે સહાયનો કર્યો સ્વીકાર

 

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments