ધોનીનો ધમાકો, IPLમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં એક મોટી સિધ્ધી હાંસલ કરી છે. મુંબઈ ઈન્ડિયન્સની વિરૂધ્ધ ફાઈનલ મેચમાં ધોનીએ આ સિધ્ધી તેમના નામે કરી છે.

મહેન્દ્ર સિંહ ધોની IPLના ઈતિહાસમાં સૌથી વધુ શિકાર કરવાવાળા વિકેટકીપર બની ગયા છે. ધોનીએ આ મામલે દિનેશ કાર્તિકના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. ધોનીએ IPLમાં સૌથી વધુ 132 શિકાર થયા છે. જેમાં 94 કેચ અને 38 સ્ટપિંગ સામેલ છે.

 

આ પણ વાંચો: અરવલ્લીમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, જુઓ VIDEO

ધોની પછી દિનેશ કાર્તિકનો નંબર આવે છે. તેમના નામે IPLમાં 131 શિકાર છે. જેમાં 101 કેચ અને 30 સ્ટપિંગ સામેલ છે. મુંબઈ ઈન્ડિયન્સની વિરૂધ્ધ ફાઈનલ મેચમાં ધોનીએ દિપક ચહરની ઓવરમાં રોહિત શર્માનો કેચ પકડતા જ આ સિધ્ધી હાંસલ કરી છે.

 

CM Rupani chairs meet with Municipal Commissioners of Bhavnagar, Surat, Ahmedabad and Gandhinagar

FB Comments

TV9 Webdesk 9

Read Previous

અરવલ્લીમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, જુઓ VIDEO

Read Next

IPL 2019ની ફાઈનલના છેલ્લા બોલ પર દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા, એક બોલ અને 2 બે રન….અંતે મુંબઈ બની ગયું કિંગ

WhatsApp પર સમાચાર