ટી-20 વિશ્વ કપમાં ધોની રમશે કે નહીં? BCCI અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ આપ્યો જવાબ

ms dhoni will play t20 world cup sourav ganguly says mahi will decide herself T-20 world cup ma dhoni ramse ke nahi bcci president sourav ganguly e aapyo javab

શું ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વિશ્વ કપમાં રમશે? BCCI અધ્યક્ષ સૌરવ ગાંગૂલીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તેના જવાબમાં પૂર્વ ક્રિકેટર ગાંગૂલીએ કહ્યું કે આ પ્રશ્ન ધોનીને જ પૂછી લો.

ms dhoni will play t20 world cup sourav ganguly says mahi will decide herself T-20 world cup ma dhoni ramse ke nahi bcci president sourav ganguly e aapyo javab

ધોનીને છેલ્લી વખત આ વર્ષે જુલાઈ મહિનામાં ઈંગ્લેન્ડમાં યોજાયેલા વિશ્વ કપની સેમીફાઈનલ મેચમાં રમતા જોવા મળ્યા હતા. ધોની વિશ્વ કપ પછી ભારતીય ક્રિકેટ ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનો ભાગ નહતા, સાથે જ દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે યોજાયેલી સીરીઝમાં પણ તે બહાર હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, કલમ 370 અને 35A નાબૂદ કરી અને ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો

સૌરવ ગાંગૂલીએ રવિવારે BCCIની 88મી વાર્ષિક જનરલ મીટિંગ પછી એક પત્રકાર પરિષદને સંબોધન કર્યુ. તે દરમિયાન ગાંગૂલીને ધોનીની વિશ્વ કપમાં વાપસીને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો. તેની પર ગાંગૂલીએ કહ્યું કે તમે આ પ્રશ્ન ધોનીને જ પૂછી લો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  IND vs AUS 3rd ODI: કાળી પટ્ટી બાંધી મેદાનમાં કેમ ઉતર્યા ભારતીય ખેલાડીઓ? જાણો કારણ

 

 

ઉલ્લેખનીય છે કે ધોની તેમની વાપસીને લઈ કહી ચૂક્યા છે કે જાન્યુઆરી સુધી તે કોઈ જવાબ નહીં આપે. વેસ્ટ ઈન્ડીઝની સામે 6 ડિસેમ્બરથી 3 ટી-20 અને 3 વન-ડે મેચ શરૂ થઈ રહી છે. તેથી ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે યોજાનારી મેચમાં ધોનીને ટીમમાં સ્થાન મળ્યું નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ધોનીની સાથે ઝિવાએ કરી ગાડીની સફાઈ, વીડિયો થયો વાઈરલ

 

એમ.એસ.ધોનીની ગણતરી ભારતના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર્સમાં થાય છે. ધોનીની કેપ્ટનશીપમાં ભારત 2 વિશ્વ કપ જીતી ચૂક્યુ છે. વર્ષ 2007માં દક્ષિણ આફ્રિકામાં ટી-20 વિશ્વ કપમાં જીત્યા અને વર્ષ 2011માં ODI વિશ્વ કપમાં જીત મેળવી.

 

Oops, something went wrong.
FB Comments