મુકેશ અંબાણી 2019માં ઘણું બધું ‘મફત’ આપવાની તૈયારીમાં, 4 સી પ્લાનની તૈયારી કરી રહ્યા છે મુકેશ અંબાણી, જાણો શું-શું થશે ફાયદા ?

દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ દેશના લોકોને એક-બીજા સાથે જોડવા અને દરેક ઘરમાં જગ્યા જમાવવવા માટે ટેલીકૉમ પર 36 અબજ ડૉલર એટલે કે લગભગ 24 ખરબ રૂપિયા ખર્ચ કર્યા.

અંબાણી પોતાની ટેલીકૉમ કંપની રિલાયંસ જિયોની અનેક સેવાઓ જેમ કે 4જી ઇંટરનેટ ડાટા અને ઘણી એપ સર્વિસિસ મફત આપી રહ્યાં છે કે જેથી ગ્રાહકોની સંખ્યા વધતી રહે, પરંતુ નવા વર્ષ એટલે કે 2019માં તેઓ વિવિધ માધ્યમોથી કમાણીનો જુગાડ કરી રહ્યાં છે. તેના માટે તેમણે 4સી પ્લાન તૈયાર કર્યો છે. રણનીતિના ચાર હથિયારોમાં કનેક્ટિવિટી, કૅરેજ, કંટેંટ અને કૉમર્સનો સમાવેશ થાય છે.

મુકેશ અંબાણીએ શુક્રવારે વાઇબ્રંટ ગુજરાત ઇન્વેસ્ટમેંટ સમિટમાં પણ પોતાની આવી ભાવિ યોજનાઓનો ખુલાસો કર્યો.

હકીકતમાં કનેક્ટિવિટી મુકેશ અંબાણીની અનોખી રણનીતિનું પહેલું હથિયાર છે, પરંતુ 2019 માટે અંબાણીનો રિટેલ પ્લાન (ઑનલાઇન એંડ ઑફલાઇન) ભારતીય ઉદ્યોગ જગતની રણનીતિને વ્યાખ્યાયિત કરશે. ઈ-કૉમર્સ માટે ફેબ્રુઆરી-2019થી એફડીઆઈના નવા નિયમોમાં કડકાઈથી તેમની રણનીતિને વધુ ધાર મળશે.

READ  Gir-Somnath: No change in obese kids health 1 year after operation - Tv9 Gujarati
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

સરવાળે આ ચાર હથિયારો મુકેશ અંબાણીના કૅરિયરના સૌથી મહત્વાકાંક્ષી કારોબારીના દાવનો પાયો છે. તેઓ જિયો જીગાફાઇબરનું નેટવર્ક પૂરું કરવા અને ડાટા વપરાશમાં ભાગીદારી 80 ટકા કરવાનો લક્ષ્ય હાસલ કરવા માટે પોતાના ટેલીકૉમ આર્કિટેક્ચરને ઘેર-ઘેર પહોંચાડવા જઈ રહ્યાં છે. આના માટે તેમણે બે સૌથી મોટી કંપનીઓ હૅથવે તથા ડેન નેટવર્ક્સનું સંપાન પણ કર્યું છે, પરંતુ નેટવર્કને ઘેર-ઘેર પહોંચાડવાની સાથે-સાથે ભારે પ્રમાણમાં કંટેંટની પણ જરૂર છે. તેના માટે જિયોએ શોપિંગ, મીડિયા કંપનીઓને પ્રોત્સાહન આપવું, સ્પોર્ટ ફ્રેંચાઇઝી, ઑનલાઇન મ્યુઝિક તથા વીડિયો સ્ટ્રીમિંગ સેવા સ્ટાર્ટઅપની શરુઆત કરી છે.

READ  Mehsana: Man attempts self immolation in lock up at Unjha police station

આ પણ વાંચો : ‘વિરાટ સેના’એ એવી કમાલ કરી બતાવી કે જે કોઈ ભારતીય ક્રિકેટર ન કરી શક્યો, કાંગારુઓ થઈ ગયાં ચિત્ત, ધોનીની દમદાર ઇનિંગ

મુકેશ અંબાણી પૈસા બનાવવા માટે પોતાના પ્લેટફૉર્મ પર ઈ-કૉમર્સની શરુઆત કરશે. તેમાં ભારે રોકાણ કરવામાં આવશે અને આ દેશનું સૌથી મોટુ ઈ-કૉમર્સ હશે કે જેના પર ફૅશન, ફૂડ, ઇલેક્ટ્રૉનિક અને નાણાકીય સેવાઓની સાથે-સાથે એડવર્ટાઇઝિંગ સર્વિસ ઉપલબ્ધ હશે. એક વાર જ્યારે મફત આપવાની રણનીતિ ખતમ થશે, તો હાઈ-એંડ બ્રૉડબૅંડ કનેક્શન માટે ભારે કિંમત ચુકવવી પડી શકે છે.

આ પણ વાંચો : 47 વર્ષ પહેલા અવસાન પામી ચુકેલા ગુજરાતી વ્યક્તિ વિક્રમ સારાભાઈમાં શું છે ખાસ કે મોદીએ તેમની મૂર્તિના અનાવરણ માટે પોતે અમદાવાદ આવવું પડ્યું, કારણ જાણી છાતી ગૌરવથી પહોળી થઈ જશે

પોતાના શરુઆતના વર્ષોમાં જિયોએ દુનિયાના કોઈ પણ અન્ય સેવા પ્રદાતા કરતા વધુ ડાટા આપ્યું અને ભારત ગૂગલ પ્લે સ્ટોર પર એપ ડાઉનલોડ કરવાની બાબતમાં અમેરિકાથી પણ આગળ નિકળી ગયું. મૉર્ગન સ્ટૅનલેના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર-2016માં પ્રતિ યૂઝર માસિક ડાટા ટ્રાફિક 570 ટકાને પાર કરી ગયો, કારણ કે જિયોએ દેશના 18,000 શહેરો અને 20,000 ગામોને નેટવર્કથી કનેક્ટ કરી દિધાં.

READ  મુકેશ અંબાણીએ પાકિસ્તાનને માર્યો એવો જોરદાર તમાચો કે દર-બ-દરની ઠોકર ખાવા મજબૂર થઈ ગયું PCB

સાંભળો મુકેશ અંબાણીએ વાઇબ્રંટ ગુજરાત ઇન્વેસ્ટમેંટ સમિટમાં શું કહ્યું :

[yop_poll id=662]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments