કેન્સર સામે જંગ લડી રહેલા ઋષિ કપૂરને મળવા માટે પહોંચ્યા નીતા અને મુકેશ અંબાણી, સોશિયલ મીડિયામાં ફોટો વાઈરલ

ફિલ્મ જગતમાં જેમને ક્યારેય ભૂલી ન શકાય તેવા ઋષિ કપૂર લાંબા સમયથી ન્યૂયોર્કમાં સારવાર કરાવી રહ્યા છે. લાંબા સમયથી ઋષિ કપૂર બીમારીનો ઈલાજ કરાવી રહ્યા હોવાથી તે મુંબઈના જીવનને મીસ કરી રહ્યા છે. પરંતુ ફિલ્મી જગતના સિતારા તેમને મળવા ન્યૂયોર્ક સુધી પહોંચ્યા છે. આમીર ખાન, દિપીકા પાદુકોણ, વિક્કી કૌશલ સહિત અનેક સ્ટાર્સે તેમની મુલાકાત લીધી છે. તો દેશના નંબર વન બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ પહોંચ્યા હતા.

READ  ભાવનગરમાં કાર તણાઈ જવાની ઘટનાના 48 કલાક બાદ પણ પરિવારના 2 લોકો લાપતા

આ પણ વાંચોઃ વલ્ડૅકપ 2019માં હશે 24 કમેન્ટેટર્સ, જાણો તેમાં ભારતના કેટલા નામ?

ઋષિ કપૂરની ટ્રીટમેન્ટ દરમિયાન પત્ની નીતૂ કપૂર પણ સાથે છે. નીતૂ કપૂર સોશિયલ મીડિયામાં ઋષિ કપૂરની સાથે જોડાયેલી તમામ ટવીટ કરે છે. તો ઋષિ કપૂર પોતાને વ્યસ્ત રાખવા સોશિયલ મીડિયામાં પોતાનો સમય પસાર કરે છે. ત્યારે ઋષિ કપૂરે પોતાના ટવીટ દ્વારા એક ફોટો શેર કર્યો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથેની મુલાકાત સમયનો આ ફોટો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. ફોટોમાં ઋષિ કપૂરના ચહેરા પર સ્માઈલ જોઈને લાગે છે કે તેમનું સ્વાસ્થય સુધરી રહ્યું હશે.

 

READ  આ દેશમાં 12 ભારતીય નાગરિકોની કરવામાં આવી ધરપકડ, જાણો કારણ

ઋષિ કપૂર કેન્સર સામે જંગ કરી રહ્યા છે. અને પોતાના અનુભવ પણ લોકો સાથે સોશિયલ મીડિયામાં શેર કરે છે. ઋષિએ કહ્યું કે USમાં છેલ્લા 8 મહિનાથી હું સારવાર કરાવી રહ્યો છું. અને હવે હું કેન્સર ફ્રી થઈ ગયો છું.

People throng RTO office following amended Motor Vehicles Act, Vadodara | Tv9GujaratiNews

FB Comments