એક જ ઉદ્યોગ ગૃહમાંથી છૂટા પડ્યા બે ભાઇઓ, એકની અઠવાડિયાની કમાણી 19,000 કરોડ રૂપિયા, તો બીજાએ એક જ અઠવાડિયામાં ગુમાવ્યા 13,000 કરોડ રૂપિયા !

એક જ ઉદ્યોગ ગૃહમાંથી નિકળ્યા બે ભાઇઓ. ભાગલા બાદ બંનેના ભાગમાં ભારતની દિગ્ગજ કંપનીઓનો જૂથ આવ્યો, પરંતુ બંનેના ભાગમાં આવેલો કારોબાર આજે અલગ-અલગ મુકામે છે.

એક ભાઈની કંપની સતત આકાશ આંબી રહી છે, તો બીજી ભાઈની કંપની રસાતળે પહોંચી ગઈ છે. એક અઠવાડિયાની અંદર મુકેશ અંબાણીની કંપની રિલાયંસ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ 19 હજાર કરોડ રૂપિયા કમાવ્યા, તો અનિલ અંબાણીની કંપની રિલાયંસ કૉમ્યુનિકેશન્સ (RCOM)એ 13 હજાર કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું.

હકીકતમાં દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની આરકૉમે બૅંકરપ્સી કોર્ટ તરફ વલણ કર્યું, તો સોમવારે તેમની કંપનીના શૅરમાં પ્રથમ 45 મિનિટમાં જ 54.3 ટકા સુધીનો કડાકો થયો.

છેલ્લા એક અઠવાડિયામાં દેશની 10 મોટી કંપનીઓએ એક સાથે કુલ 53,741.36 કરોડ રૂપિયાની કમાણી કરી નાખી. માર્કેટ કૅપના હિસાબે મુકેશ અંબાણીની આરઆઈએલ સૌથી વધુ નફો કમાવનાર કંપની બનીને નંબર વન પર રહી. આરઆઈએલે 19,047.69 કરોડ રૂપિયાથી છલાંગ લગાવી 8,09,669.50 કરોડ રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ. આરઆઈએલ બાદ વૅલ્યુ હાસલ કરનાર કંપની TCS રહી. ત્યાર બાદ એચડીએફસી બૅંક, હિન્દુસ્તાન યૂનીલિવર લિમિટેડ, ઇન્ફૉસિસ, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બૅંક લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ બૅંક રહી.

મુકેશ અંબાણી પોતાના ઉદ્યોગમાં સતત નવી સિદ્ધિઓ અને રેકૉર્ડ સ્થાપિત કરી રહ્યા છે, જ્યારે અનિલ અંબાણીની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી.

[yop_poll id=1293]

AMC seals 5 tuition classes, other units for putting up illegal hoardings on roads - Tv9

 

 

FB Comments

TV9 Web Desk7

Read Previous

આ મહિલાનું કિસ્મત ખુલી ગયું, રાતોરાત બની ગઈ કરોડપતિ, 33 વર્ષ પહેલા ખર્ચેલા 925 રૂપિયા જાણો કેવી રીતે બની ગયાં 6.80 કરોડ રૂપિયા ?

Read Next

5-5 ફિલ્મોમાં વ્યસ્ત ખેલાડીને સાઉથની વધુ એક BIG ફિલ્મની મળી ઑફર, હા પાડશે કે ના પાડશે અક્ષય કુમાર ?

WhatsApp chat