મમતાના પ.બંગાળને મુકેશ અંબાણીની કંપની બનાવશે દેશનું પહેલું ડિજીટલ હબ, આટલાં કરોડનું કરશે રોકાણ

ખાનગી ક્ષેત્રની દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પશ્ચિમ બંગાળમાં કંપનીના અમલ થઇ રહેલા વિવિધ પ્રોજેક્ટમાં રૂ.10 હજાર કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. જેમાં અગાઉ કંપનીએ અત્યાર સુધીમાં બંગાળમાં રૂ.28 હજાર કરોડનું રોકાણ કર્યું છે જેમાં વધુ રૂ. 10 હજાર કરોડના રોકાણનો વદારો કર્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ બેન્ગાલ ગ્લોબલ બિઝ્નેઝ સમિટમાં જણાવ્યું હતુંકે મોટાભાગનું નવું મૂડીરોકાણ જિયોમાં થશે અને જિયો પશ્ચિમ બંગાળની 100 ટકા વસતિને આવરી લેશે. જેના દ્વારા કંપની બંગાળના દરેક ઘરમાં ડીજીટલ સર્વિસ પહોચાડવા માટે ઓપ્ટિક ફાઈબર થકી જિયો ગીગા ફાઈબર પ્રોજેક્ટ સારી રીતે આગળ વધારવા માટે કામ કરશે.

READ  શું વાત છે! ગરીબીના કારણે ખેડૂતપુત્ર પાયલોટ ના બની શક્યો તો નેનો કારમાંથી જ બનાવી દીધું હેલિકોપ્ટર

રિલાયન્સ પશ્ચિમ બંગાળમાં 500 રીટેલ સ્ટોર્સ અને 46 પેટ્રોલ રીટેલ આઉટ લેટ પણ ચાલવે છે, જેના માટે રિલાયન્સ રાજ્યમાં 30 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં અલગ અલગ વેરહાઉસ પણ ધરાવે છે.

રાજ્યમાં નવા વાણિજ્ય અંગે મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સમગ્ર પૂર્વ ભારતનું લોજીસ્ટીક હબ બનવા આગળ ધપી રહ્યું છે અને આ ક્ષેત્રમાં વર્ષ 2020 સુધીમાં લગભગ રૂ. 5 હજાર કરોડનું રોકાણ આકર્ષવાની યોજના ધરાવે છે.

READ  ખેડૂતો આનંદો! હવામાન વિભાગની આગાહી મુજબ આ તારીખે ગુજરાતમાં પડી શકે છે વરસાદ

આ ઉપરાંત અંબાણીએ જણાવ્યું કે. આગામી સમયમાં કોલકતાને સીલીકોન વેલી હબ બનાવવા માટે રિલાયન્સ અત્યાધુનિક ડેટા સેન્ટર શરૂ કરવા માટે પણ યોજના બનાવી રહી છે. તેમજ રાજ્યના 1000થી વધુ ગ્રામ્યોમાં ડીજીટલ ક્નેક્ટિવિટીથી જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે.

[yop_poll id=1184]

FB Comments