મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બની વૈશ્વિક છઠ્ઠી મોટી એનર્જી કંપની

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ બજારની મૂડીકરણની દ્રષ્ટિએ વિશ્વની છઠ્ઠી સૌથી મોટી એનર્જી કંપની બની છે. માર્કેટ કેપમાં થયેલા વધારો છૂટક અને ટેલિકોમ વ્યવસાયને આભારી છે. RIL એ બુધવારે બીપી પીએલસીની 128 બિલિયન ડોલરના માર્કેટ કેપની તુલનાએ 130.76 બિલિયન ડોલરની થઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શરૂઆતી સોદામાં બીએસઈ પર આરઆઈએલના શેર 1466 રૂપિયા પર હતા, જે આ વર્ષે અત્યાર સુધીમાં 31% થી વધુનો ઉછાળો છે. લંડનના વેપારમાં મંગળવારે બીપી પીએલસીનો શેર 3.3% નીચે 6.33 ડોલર પર બંધ રહ્યો હતો. આજની તારીખમાં બીપી પીએલસીના શેરમાં 0.7% નો ઘટાડો થયો છે.

READ  ભાવનગર કોંગ્રેસમાં મોટું ભંગાણ! ભીખાભાઈ જાજડિયા કોંગ્રેસનો પંજો છોડી એનસીપીમાં જોડાશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બાળકોના માતા-પિતા રહો સાવધાન! વોટરપાર્કમાં ડૂબવાથી બાળકનું થયું મોત

વૈશ્વિક સ્તરે એક્ઝોન મોબીલ કોર્પ સૌથી મોટી ઓઇલ અને ગેસ કંપની છે, જેનું માર્કેટકેપ 290.42 બિલિયન ડોલર છે. ત્યારબાદ રોયલ ડચ શેલ પીએલસી, શેવરોન કોર્પ, પેટ્રોચિના કં. લિ. છે. જો કે વિશ્વની સૌથી મોટી એનર્જી એન્ટિટી સાઉદી અરામકો છે, જે વિશ્વના લગભગ 10% ક્રૂડને પમ્પ કરે છે અને 2018 માં સૌથી વધુ નફાકારક કંપની તરીકે ઉભરી આવી છે.

READ  નવા માળખા પ્રમાણે ટેક્સ ઓછો ભરવાનો કે જૂના? સરકારે લોંચ કર્યું ઓનલાઈન કેલ્ક્યુલેટર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

People from Gujarat stranded in Haridwar amid coronavirus outbreak| TV9News

FB Comments