આજે લગ્નગ્રંથિમાં જોડાશે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા, મહેંદીથી લગ્ન સુધી ખાસ રહ્યા છે દરેક ફંકશન

દેશના સૌથી મોટાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી આજે શ્લોકા મહેતા સાથે લગ્ન બંધનમાં બંધાશે. આકાશ અંબાણીનો વરઘોડો બપોરે 3.30 કલાકે ટ્રાઈડેન્ટ હોટલથી જીઓ સેન્ટર જવા નીકળશે. મુંબઈ ખાતે જ આ શાહી લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલિવુડ સ્ટારથી લઇ ઉદ્યોગ જગતના લોકો જોડાશે.

આ પણ વાંચો : આકાશ અંબાણીના લગ્નની ખૂશી, અંબાણી પરીવારે મુંબઈના 50 હજાર પોલીસ કર્મચારીઓ માટે મોકલાવી મિઠાઈ !

આકાશ અંબાણીનો વરઘોડો સાંજે જીઓ ટાવર પહોંચશે. લગભગ સાંજે 6:30 કલાકે જાનનું સ્વાગત અને નાસ્તો કરાવવામાં આવશે. તેમજ 8.01 કલાકના સમય સુધી હસ્તમેળાપની વિધી યોજાઇ જશે. તે પછી રાત્રી ભોજન થશે. આ અગાઉ, સોશિયલ મીડિયા પર લગ્નના વેન્યૂના ફોટો અને વીડિયો સામે આવ્યા હતા.

https://www.instagram.com/p/Buv-GzMDo23/?utm_source=ig_embed

લગ્ન સ્થળની સજાવટ કરવા માટે ખાસ કરીને જાપાનમાંથી ફૂલો મંગાવવામાં આવ્યા છે. આ સિવાય હાથીઓ અને ઘોડાઓની ખાસ ડમી બનાવવામાં આવી છે. અગાઉ 7 મી માર્ચે, એનએસસીઆઈમાં એક માળા અને મહેંદી કાર્યક્રમ થયો હતો. ત્યારે, સંગીત સેરેમનીમાં શ્લોકા મહેતાએ પોતાની માતા સાથે અનુષ્કા શર્માના ગીતો પર ડાંસ કર્યો હતો.

લગ્ન પહેલાં અંબાણી પરિવારે ભોજનની સેવા કરી હતી. તેમાં, તેમણે આશરે બે હજાર અનાથ બાળકોને ભોજન આપ્યું હતું. તેમજ મુંબઇ પોલીસ માટે મિઠાઇ મોકલવા સુધીની પણ વાત સામે આવી હતી.

A youth found murdered near Kotdasangani, Rajkot - Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

કેન્દ્ર સરકારનો ઇમરાન ખાન સરકાર પર સીધો હુમલો,જો ‘નવું’ પાકિસ્તાન હોય તો આતંકવાદીઓ સામે ‘નવા પગલાં’ પણ ભરવા જોઇએ

Read Next

પક્ષપલટાની રાજનીતિ વચ્ચે કોંગ્રેસને અલ્પેશ ઠાકોર તરફથી રાહત,’કોંગ્રેસ નહીં છોડું, લોકસભા પણ નહીં લડું’

WhatsApp chat