સૌથી અમીર હિન્દુસ્તાની મુકેશ અંબાણીના 24વર્ષના પુત્ર અનંત અંબાણીના એક નિર્ણયે બધાને ચોકાવી દીધા, પિતાના બિઝનેસને સંભાળવાને બદલે બન્યા આ મંદિરની સમિતિના સભ્ય

મુકેશ અંબાણીના પુત્રને ભાજપ સરકારે આપી સૌથી મોટી જવાબદારી ઉતરાખંડ સરકારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીને બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના સભ્ય તરીકે નિમુણંક કરી છે.

મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે આ નિમંણુક કરી છે. આ સમિતિ મંદિરની વ્યવસ્થા કરે છે. ઉતરાખંડના ચાર ધામમાંથી એક કેદારનાથ ધામ મંદિરના દ્વાર લગભગ 6 મહિના સુધી બંધ રહે છે. ત્યારબાદ મે મહિનામાં ફરીથી ખુલશે.

READ  Must read this article before making a plan to visit 'Statue Of Unity'

અધિકારીઓએ દ્વાર ખોલવાની તારીખ અને સમયની જાહેરાત મહાશિવરાત્રિના દિવસે ઉખીમઢના ઓમકારેશ્વર મંદિરમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અનંત અંબાણીએ તેમનું વજન 18 મહિનામાં 100 કિલો જેટલું ઘટાડયુ હતું. ત્યારબાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા.

બદ્રીનાથ- કેદારનાથ મંદિરના એક અધિકારીએ કહ્યું કે ‘કેદારનાથ મંદિર 9 મે સવારે 5.35 વાગે ફરીથી ખુલશે’. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી જેને ચાર ધામ કહેવામાં આવે છે. દર વર્ષે ઓકટોબર-નવેમ્બરમાં બંધ થઈ જાય છે અને 6 મહિના પછી એપ્રિલ-મે મહિનામાં ફરીથી ખોલવામાં આવે છે.

READ  મોટા લોન ડિફૉલ્ટર્સ નામ જાહેર કરશે RBI, કેન્દ્રીય સુચના આયોગે આપ્યો આદેશ

Donald Trump: India & US are committed to protect innocent civilians from radical Islamic terrorism

FB Comments