27 માળનું ‘એન્ટીલિયા’ છોડી ઇશા અંબાણીને હવે રહેવું પડશે આ ધરમાં !!!

Ambani daughter new house- Tv9
Ambani daughter new house- Tv9

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઇશા અંબાણીના લગ્ન આગામી 12 ડિસેમ્બરના અજય પીરામલ અને સ્વાતિ પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થવાના છે. આ લગ્ન પહેલાં જ પીરામલ અને અંબાણી પરિવાર ઘણો ચર્ચામાં છે.

આનંદ પીરામલ અને ઇશા અંબાણી લગ્ન પછી રૂ. 452.5 કરોડના ઓલ્ડ ગુલીટા બંગ્લામાં રહેશે. એક રિપોર્ટ અનુસાર આનંદના માત-પિતા અજય અને સ્વાતિ પીરામલે આ બંગ્લો પોતાની ભાવિ વહુને ભેટમાં આપ્યો છે.

READ  ફિલ્મ અભિનેત્રી શબાના આઝમી અને જાવેદ અખ્તરની કારનો અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થયા શબાના આઝમી
Ambani daughter new house- TV9
ઇશા અંબાણી મંગેતર અાનંદ પીરામલ સાથે

વર્લીમાં ‘ઓલ્ડ ગુલીટા’ બંગ્લો છે, આ 5 માળનો બંગ્લા માંથી દરિયા કિનારાનો નજારો નીહાળી શકાય છે. બંગ્લો 50 હજાર સ્કેવર ફીટમાં ફેલાયેલો છે.

Piramal_and_ambani_family- Tv9
પોતાના ભાવિ સાસું સસરાં સાથે ઇશા અંબાણી

બંગ્લામાં ત્રણ બેઝમેન્ટ છે. જેમાં બે સર્વિસ અને પાર્કિંગ માટે છે. જેમાં પહેલાં બેઝમેન્ટમાં વોટર પૂલ, લૉન અને એક મલ્ટીપરપઝ રૂમ છે. જેના પછીના માળ પર લિવિંગ અને ડાઇનિંગ હોલ છે. સાથેજ બેડરૂમ પણ છે.

READ  ગુજરાતની APMCમાં 8 જુને તુવેરના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ
Ambani daughter new house- TV9
ઇશા અંબાણીનું સાસરું

બંગ્લામાં અલગ અલગ ફ્લોર પર લોન્જ એરિયા, ડ્રેસિંગ રૂમ અને સર્વન્ટ કાવર્ટર પણ છે. અગાઉ આ બંગ્લા માટે કેટલાંક વિવાદ પણ થયા પરંતુ આખરે 2015માં ગુલીટા બંગ્લાના રિનોવેશનું કામ ઝડપથી શરૂ થયું છે.

Ambani daughter new house-Tv9
ઇશા અને આનંદ પીરામલ

જેને BMC તરફથી 19 સપ્ટેમ્બરના ક્લિયરન્સ સર્ટિફિકેટ મળ્યું છે. જે પછી ઘરમાં હાલ ઇન્ટિરિયરનું કામ ચાલી રહ્યું છે.

READ  મુકેશ અંબાણીના ઘર 'એન્ટિલિયા'માં તૈનાત ગુજરાતના CRPF જવાનનું ગોળી વાગતા મોત
Ambani daughter new house- TV9
ઇશા અંબાણી અને આનંદ પીરામલ રહેશે આ ઘરમાં

1 ડિસેમ્બરના પીરામલ પરિવારે પૂજા રાખી છે. જે પછી 12 ડિસેમ્બરના લગ્ન પછી આનંદ અને ઇશા બંગ્લામાં શિફ્ટ થઇ જશે.

Ambani house- Tv9
અંબાણીનું ઘર એન્ટીલિયા

ઇશાના પિતા મુકેશ અંબાણીનો બંગ્લો ‘એન્ટીલિયા’ 4 લાખ સ્કેવર ફીટમાં ફેલાયેલો છે. જેમાં 27 માળ છે અને 600 કર્મચારીઓનો સ્ટાફ કામ કરે છે.

FB Comments