મુકેશ અંબાણીએ મિલિંદ દેવડાને કર્યો સપોર્ટ તો તેમના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન મોદીની રેલીમાં જોડાયા

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ થોડા દિવસ પહેલા જ દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાના સમર્થનમાં સામે આવ્યા હતા.

હવે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીનું ભાષણ સાંભળવા માટે આવેલા લોકોમાં બેઠેલા નજરે પડયા હતા.

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પેલેક્ષમાં વડાપ્રધાન મોદીની રેલીમાં સૌથી આગળની લાઈનમાં અનંત અંબાણી બેઠેલા નજરે પડયા હતા. તેમને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા અને દેશને સમર્થન કરવા માટે આવ્યા છે.

READ  જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બંને શાર્પશૂટરોની CID ક્રાઈમ બ્રાંચે CCTV ના આધારે કરી ધરપકડ, જુઓ Video

થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણીએ દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પરથી ચૂંટણ લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાનું સમર્થન કર્યુ હતું. દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પર 29 એપ્રિલના રોજ ચોથા તબક્કામાં મતદાન થશે.

 

Oops, something went wrong.
FB Comments