મુકેશ અંબાણીને તેમની જ કંપનીમાં કામ કરતો મુકેશ છેતરી ગયો, 17 કરોડ રુપિયાની કરી ઉચાપત

દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને તેમની જ કંપનીના એક અધિકારીએ કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. રસપ્રદ વાત એ છે કે અંબાણીની સાથે છેતરપિંડી કરી કરોડો રૂપિયા પડાવનારા આરોપીનું નામ પણ મુકેશ જ છે અને તે મુકેશ અંબાણીની કંપનીમાં એક મોટો અધિકારી હતો.

વિશ્વના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને તેમની જ કંપનીના એક અધિકારીએ છેતરી લીધા છે.  અધિકારીએ આંખ સામે રહીને તેમની જ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. 17 કરોડ રૂપિયાની ઉચાપત કરનારો આ આરોપી અંબાણીની કંપનીમાં જ ડાયરેક્ટર હતો.  તેણે પોતાની પ્રેમિકા સાથે મળીને મોજ મજા ખાતર આખું કાવતરું રચ્યું હતું.

 

READ  ગુજરાતના બજારમાં ચણાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

બંટી બબલીની આ જોડીનો બંટી એટલે કે મુકેશ શાહ અંબાણીની ઈશા બિલટેક અને ઈશા ઇન્ફ્રાટેક કંપનીમાં ડાયરેક્ટર હતો. આ ડાયરેક્ટરે અંબાણી સાથે કરોડોની છેતરપિંડી આચરી હતી. તેમણે  આરોપીએ બે કંપનીઓનું સમારકામ મંજૂર કરાવ્યું . તેના માટે તેણે કંપની પાસેથી પૈસા તો લીધા પરંતુ ઈમારતોનું સમારકામ કદી થયું જ નહીં. તેણે 17 કરોડ રૂપિયા વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સ્ફર કર્યા . ત્યારબાદ બન્ને કંપનીઓમાંથી રાજીનામુ આપી દીધું હતું.

આરોપીએ ઘાટકોપરમાં આવેલું પોતાનું ઘર પણ છોડી દીધું. મુકેશ અચાનક ગાયબ થઇ જતા તેના કુંટુંબીજનોએ તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી. બીજી બાજુ કંપનીના નવા ડાયરેક્ટરને આખો ગોટાળો સમજાતા  તેમણે પણ ફરિયાદ નોંધાવી. આથી પોલીસે મજા માણી રહેલાં  મુકેશ શાહ સાથે તેની ગર્લફ્રેંડની પણ ધરપકડ કરી લીધી છે.  અત્યાર સુધી પોલીસે આરોપીઓ પાસેથી 75 લાખ રૂપિયા જપ્ત કર્યા છે, જ્યારે આ મામલામાં એક બંગાલી બાબાનું નામ પણ સામે આવી રહ્યું છે કે જેના કહેવા પર આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. હાલ પોલીસ તેને લઈને પણ શોધખોળ કરી રહી છે. 

 

READ  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જૈશ-એ-મોહમ્મદના આતંકી બશીર અહમદની શ્રીનગરથી કરી ધરપકડ

5 Students of Ahmedabad to represent India in 'Robotics Olympiad' | TV9GujaratiNews

FB Comments