રાહુલના રાજીનામા બાદ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે મુકુલ વાસનિકનું નામ આગળ, જાણો તેમનો રાજનીતિક સફર

કોંગ્રેસના નવા અધ્યને લઈ લાંબા સમયથી ચાલતી અટકળોનો આવતીકાલે અંત આવી શકે છે. સુત્રોની માહિતી પ્રમાણે શનિવારે એટલે આવતીકાલે કોંગ્રેસની પાર્ટીની બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મહોર લાગી શકે છે. સોનિયા ગાંધીના ઘર પર બેઠક બાદ મુકુલ વાસનિકનું નામ અધ્યક્ષની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો આવતીકાલે CWCની બેઠકમાં મુકુલ વાસનિક કે અન્ય કાર્યકરને અધ્યક્ષ બનાવવામાં આવશે તો સિતારામ કેસરી બાદ ફરી એક વખત ગાંધી પરિવાર સિવાયનો વ્યક્તિ કોંગ્રેસની કમાન સંભાળશે. જાણો કોણ છે મુકુલ વાસનિક

READ  મોરબી જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ધારાસભ્યએ લોકડાઉન કરવા માટે ક્લેક્ટરને કરી રજૂઆત

આ પણ વાંચોઃ જાણો 5 યુવા સાંસદો વિશે જે પ્રથમ વખતે ચૂંટાઈને બની ગયા હીરો, લોકો થઈ ગયા તેમના ભાષણથી મંત્રમુગ્ધ

મુકુલ વાસનિક મૂળ મહારાષ્ટ્રના રહીશ છે. 27 સપ્ટેમ્બર 1959ના દિવસે જન્મનારા વાસનિકે માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ કર્યો છે. તેમનું સંપૂર્ણ શિક્ષણ મહારાષ્ટ્રમાં થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અલકા લાંબાએ AAP કાર્યકરને થપ્પડ મારવાની કરી કોશિશ, પુત્ર પર આપત્તિજનક ટિપ્પણીનો આરોપ

 

વાસનિક પણ રાજનીતિ સાથે જોડાયેલા પરિવારમાંથી આવે છે. તેમના પિતા બાલકૃષ્ણ વાસનિક કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંથી એક હતા અને ત્રણ વખત સાંસદ પણ બન્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુકુલ વાસનિકને કોલેજના સમયથી જ રાજનીતિમાં રૂચી હતી. તેઓ NSUI અને યુવા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તો UPAના ચેરપર્સન સોનિયા ગાંધી સાથે પણ કામગીરી કરેલી છે. તો સાથે કોંગ્રેસના મહામંત્રી પણ રહી ચૂક્યા છે.

READ  રાહુલ ગાંધીના વડાપ્રધાન પર પ્રહાર! નરેન્દ્ર મોદી દેશને ગેરમાર્ગે દોરે છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મુકુલ વાસનિક સૌથી નાની ઉંમરે સાંસદ બન્યા જે પછી કુલ 4 વખત સંસદ સુધી પહોંચ્યા છે. તેમનું મતક્ષેત્ર મહારાષ્ટ્રનું બુલઢાડા અને રામટેક લોકસભા બેઠક છે. મુકુલ વાસનિક કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર સમયે સામાજિક ન્યાય અને અધિકારિતાના પ્રધાન પણ રહી ચૂક્યા છે.

[yop_poll id=”1″]

બે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નરસિમ્હા રાવ અને ડૉ.મનમોહન સિંહ સાથે પણ વાસનિકે કામગીરી કરી છે.

FB Comments