મુંબઈમાં હૈયું કંપાવનારી ઘટના CCTVમાં કેદ, ખુલ્લા નાળામાં ખાબકેલુ માસુમ બાળક 12 કલાકથી લાપતા

મુંબઈના ગોરેગાવમાં હૈયું કંપાવનારી સનસનીખેજ ઘટના સામે આવી છે. બે વર્ષનું માસૂમ બાળક નાળામાં પડી ગયા બાદ તણાઈ ગયું છે. છેલ્લા 12 કલાકથી ફાયરબ્રિગેડની ટીમ દિવ્યાંશુ નામના બાળકને શોધી રહી છે. પરંતુ હજુ સુધી દિવ્યાંશુની કોઈ ભાળ નથી મળી. દિવ્યાશુનાનાળામાં પડવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આ પણ વાંચો: VIDEO: રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 25 જૂલાઈના રોજ હાથ ધરાશે આગામી સુનાવણી

જેમાં જોઈ શકાય છે કે- ગોરેગાંવ વિસ્તારમાં પોતાના ઘરેથી દિવ્યાશુ રમતા રમતા રસ્તા પર આવી જાય છે. પરંતુ જેવો દિવ્યાશુ પરત ફરવા માટે વળે છે કે તેનો પગ લપસી જાય છે અને તે ખુલ્લા નાળામાં પડી જાય છે. પાણીના તેજ વહેણમાં દિવ્યાંશુ વહી જાય છે. કમનસીબી એ હતી કે ઘટના સમયે રસ્તા પર કોઈ વ્યક્તિ હાજર નહોતુ. જે દિવ્યાંશુને નાળામાં પડતો બચાવી શકે. ઘટનાના 20થી 30 સેકન્ડ બાદ દિવ્યાશુની માતા તેને શોધતી શોધતી આવે છે. પરંતુ તે સમયે તેને દિવ્યાંશુ જોવા નથી મળતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના પાંચ દિવસ બાદ ભક્તો માટે ખુલ્યા દ્વાર

માતા હાંફળી ફાંફળી થઈ જાય છે. થોડીજ વારમાં સમગ્ર વિસ્તારના લોકો ભેગા થઈ જાય છે. અને નજીકની મસ્જિદમાં લાગેલા CCTV કેમેરાના ફુટેજ જુએ છે. જેમાં દિવ્યાશુ નાળામાં પડી જતો જોવા મળે છે. જે જોઈને સૌ કોઈનો હોશ ઉડી જાય છે. દિવ્યાશુંના માતા-પિતા આક્રંદ કરી રહ્યા છે. વ્હાલસોયો દિવ્યાશું નાળામાં પડી જતા તેમના પર આભ તૂટી પડ્યું છે. તેમની બસ એક જ અરજ છે કે કોઈપણ ભોગે તેમનો લાડલો દિવ્યાંશુ તેમને પરત મળી જાય.

READ  મુંબઈ મેટ્રોમાં ‘ખિલાડી’!અક્ષય કુમારે કરી મેટ્રોમાં મુસાફરી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તો બીજીતરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે- ઘટના માટે બીએમસી જવાબદાર છે. જો બીએમસીએ ખુલ્લા નાળાને ઢાંકીને રાખી હોય તો આટલી મોટી દુર્ઘટના ના ઘટી હોત. સ્થાનિકોની વાત માનીએ તો, ઘટનાની જાણ કર્યા બાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ મોડી પહોંચી હતી. અને બાળકને શોધવાની કામગીરી પણ મોડી શરૂ કરાઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

READ  જેટલા પૈસામાં 5 એક્ટિવા ખરીદી શકાય એટલી જ કિંમતની પ્રિયંકા ચોપરાએ જન્મદિવસ પર કાપી કેક

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments