મુંબઈ ફૂટ ઓવર બ્રિજ પડવાની દૂર્ઘટનાને લઈને ઓડિટરની કરાઈ ધરપકડ, 5 એન્જિનીયરો સામે પણ થશે કાર્યવાહી

નીરજ કુમાર દેસાઈ સ્ટ્રક્ચરલ ઑડિટમાં નિષ્ણાંત છે . તેણે સિવિલ એન્જિનિયરિંગમાં ME સુધી અભ્યાસ કરેલ છે. મુંબઈની પુલ દુર્ઘટના બાદથી તે ફરાર હતો. પોલીસે હાલ આ ઓડિટરની ધરપકડ કરી લીધી છે. 

પોલીસે નિરજ કુમાર દેસાઈ જે ઑડિટર છે તેને  મુંબઈ મહાનગરપાલિકાએ હિમાલય પુલ દુર્ઘટના માટે જવાબદાર ઠેરવ્યો છે.  નીરજ કુમાર દેસાઈ નામના આ ઑડિટર પર આરોપ છે કે તેની બેદરકારીને કારણે જ સેંકડો મુંબઈગરાઓના જીવ જોખમમાં મુકાયા અને છ લોકોના મોત થયા છે. અંધેરીના સાકીનાકામાં તે છુપાઈને રહેતો હતો. આખરે મુંબઈ પોલીસે ચાર કલાક સુધી તેના ઘરે તપાસ કરી અને તેને શોધી કાઢ્યો છે. આ સાથે જ મુંબઈ મનપાના પાંચ એન્જિનિયરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. બે જૂનિયર એન્જિનિયરોને સસ્પેંડ કરવામાં આવ્યા છે, જ્યારે બે સીનિયર એન્જિનિયરો પર તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Top News Stories From Gujarat: 17/2/2020| TV9News

 

FB Comments