ગેસ ગીઝરના ઉપયોગ દ્વારા ગરમ પાણી કરતા પરિવારો માટે ખાસ સમાચાર, 15 વર્ષની યુવતીનું મોત

Mumbai: Girl dies as gas geyser snaps oxygen supply in bathroom

તમારા બાથરૂમમાં જો ગેસ ગીઝર હોય તો તમારા માટે આ સમાચાર આંખ ઉઘાડનારા છે. મુંબઈમાં 15 વર્ષીય યુવતીનું બાથરૂમમાં ગેસ ગીઝરના કારણે મોત થયું છે. ઠંડીની મોસમમાં ગેસ ગીઝરથી ગરમ પાણી કરીને નાહવાનું ખતરનાક બની શકે છે. મુંબઈના બોરીવલીમાં 15 વર્ષીય યુવતીનું દમ ઘુંટવાથી મોત થયું. ધ્રુવી ગોહિલ સવારે 6 કલાક 45 મિનિટ નાહવા ગઇ અને એક કલાક સુધી બહાર ન આવતા પરિવારને શંકા ગઇ અને બાથરૂમનો દરવાજો તોડ્યો તો ધ્રુવી બેહોશ હાલતમાં મળી આવી. આખા બાથરૂમમાં લગભગ 4 ફૂટ સુધી ગેસ ફલાઈ ગયો હતો અને ધ્રુવીના પગ ગરમ પાણીથી દાઝી ગયા હતા.

READ  News Headlines @ 2 PM : 3-08-2018

આ પણ વાંચોઃ હિઝબુલના આતંકીઓની સાથે ઝડપાયેલા DSP દવિંદર સિંહે કરી હતી આટલા રૂપિયાની ડીલ!

ધ્રુવીને ગોરાઈની મંગલમૂર્તિ હોસ્પિટલમાં વેંટીલેટર પર રાખવામાં આવી હતી, પરંતુ 24 કલાક બાદ તેણીએ દમ તોડી દીધો. હોસ્પિટલના ડોક્ટરની રિપોર્ટ અનુસાર ખુલાસો થયો કે યુવતીનું મોત ગીઝરમાંથી નિકળેલા ગેસના કારણે દમ ઘુંટવાથી થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: આજે ત્રિદિવસીય વિધાનસભા સત્રનો અંતિમ દિવસ, ગોધરકાંડ તપાસ સમિટિનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે

 

FB Comments