VIDEO: મુંબઈ: હરિશચંદ્રગઢ પર 16 ટ્રેકર્સ ફસાયા, NDRFની ટીમ બચાવ માટે પહોંચી

Harishchandragad Trek_Tv9

Harishchandragad Trek_Tv9

મુંબઈ નજીક કલ્યાણ વિસ્તારમાં હરિશચંદ્રગઢમાં ટ્રેકિંગ પર નીકળેલા 30 જેટલાં લોકોમાંથી 16 લોકો ફસાય ગયા છે. કલ્યાણમાં રહેતાં ડૉ. અડવાણી સાથે 30 લોકો ટ્રેકિંગ માટે ગયા હતા જેઓ કોંકણકડા નજીક 800 ફૂટ નીચ ફસાય ગયા છે.

ગઇકાલે મોડી રાત્રે આ ઘટના બની હતી. જે પછી રાતના અંધારામાં બચાવકાર્ય શરૂ થઇ શક્યું ન હતું. જેથી વહેલી સવારે ટીમે બચાવકાર્ય શરૂ કર્યું છે. જિલ્લા અધિકારી રાજેશ નાર્વેકરે સતત ઘટના પર નજર રાખી પોલીસને જાણ કરી છે.

આ માટે NDRFની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. વહેલી સવારે NDRFની ટીમ ઘટના સ્થળ પર પહોંચી રાહત અને બચાવનું કામ શરૂ કર્યું છે.

આ પણ વાંચો  VIDEO: અયોધ્યા : ઉદ્ધવ ઠાકરેના વિમાનનો અકસ્માત ટળ્યો

કલ્યાણ નજીક 1424 મીટરની ઊંચાઇ પર માલશેજ ઘાટમાં હરિશચંદ્રગઢ આવેલો છે. જે ટ્રેકિંગ માટે ઘણો લોકપ્રિય છે. આ કિલ્લો છઠ્ઠી સદીમાં બનાવ્યો હતો.

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories From Gujarat: 20/7/2019| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

VIDEO: અયોધ્યા : ઉદ્ધવ ઠાકરેના વિમાનનો અકસ્માત ટળ્યો

Read Next

They’re back! Kennedy much Darli LeCras named to return

WhatsApp પર સમાચાર