મુંબઈ: ગુજરાતી પરિવારના દિકરાએ એકેડેમીક અને સ્પોટર્સમાં હાંસલ કરી અનેક સિદ્ધીઓ, 15 વર્ષની ઉંમરમાં જ 70 મેડલ અને 20 જેટલી ટ્રોફી મેળવી

Mumbai: Gujarati Parivar na dikra e academic ane sports ma hansal kari anek sidhio 15 varsh ni umar ma j 70 medal ane 20 jetli trophy medvi

કોરોના વાઈરસને લીધે મોટાભાગે દરરોજ ચિંતાજનક અને નિરાશાજનક સમાચાર જ સાંભળવા મળે છે. ત્યારે મુંબઈના આ વિદ્યાર્થીની ઉપલબ્ધી વિશે જાણી મન ચોક્કસ ખુશીથી ગદગદ અને પ્રફુલ્લીત થઈ જશે. ઘાટકોપરની યુનિવર્સલ સ્કૂલના વિદ્યાર્થી ઓમ રાકેશ મહેતા IGSCEની પરીક્ષામાં 96%  મેળવી ટોપર બન્યો છે. આટલુ જ નહીં, કેમ્બ્રિજ ઈન્ટરનેશનલ બોર્ડ દ્વારા લેવાયેલી 10ની પરીક્ષામાં ઘાટકોપરની બધી જ સ્કૂલોમાંથી ઓમ અવ્વલ વિદ્યાર્થી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઓમની સિદ્ધિઓનું લિસ્ટ

1. Cambridge University દ્વારા લેવાયેલી First Certificate in English(FCE) એક્ઝામમાં A grade

2. માઈક્રોસોફ્ટ ઓફિસ સ્પેશિયાલિસ્ટમાં (MOS) બે વાર ઈન્ડિયાના મેરીટ એવોર્ડ

READ  VIDEO:દેશમાં 3656 નવા પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 46 હજાર 400ને પાર, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 35 લોકોનાં મોત

3. ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રીસર્ચ (TIFR) દ્વારા પણ મેરીટ એવોર્ડ

4. ઈન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટિચર્સ (IAPT) દ્વારા બે વાર મેરીટ એવોર્ડ

5. ઓસ્ટ્રેલિયન નેશનલ કેમિસ્ટ્રી ક્વિઝ (ANCQ)માં સતત ત્રણ વર્ષ HD Excellence Award એવોર્ડ

6. IPM Mathsમાં AIR (all India rank)

7. સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન (SOF) દ્વારા લેવાયેલી એક્ઝામમાં અને કાનેક ગોલ્ડ મેડલ અને Academic Excellence Award, અનેકવાર ટોપ-5માં રેન્ક

8. યૂનીફાઈડ કાઉન્સીલ (Unified Council) દ્વારા લેવાયેલી યુનિફાઇડ સાયબર ઓલિમ્પિયાડમાં અને NSTSEમાં પણ ફક્ત બીજા ધોરણથી AIR ૩ લાવીને રોકડ અને લેપટોપ જેવું ઈનામ મેળવ્યુ છે.

READ  મહિલા પહેલવાન વિનેશ ફોગાટે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

9. આઈઆઈટી જીનિયસ એવોર્ડ, સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ પણ મળેલ છે. ઓમ અત્યાર સુધી આશરે 70 મેડલ અને 20 જેટલી ટ્રોફી મેળવી ચૂક્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઓમે બાળપણથી ભણવામાં ખૂબ જ રસ દાખવ્યો છે. આ તમામ ઉપલબ્ધીને ધ્યાનમાં રાખતા ઓમને બે વખત Stanford University તરફથી Summer Programme માટે આમંત્રણ પણ મળ્યું છે. ઓમ રાકેશ મહેતા તેજસ્વી વિદ્યાર્થી હોવાની સાથો સાથ સ્પોર્ટ્સમાં પણ અગ્રણી છે. કરાટેમાં બ્લેક બેલ્ટ અને માર્શલ આર્ટના સ્ટેટ લેવલ ચેમ્પિયન ઓમને ચેસ અને ડ્રોઈંગમાં પણ અનેક એવોર્ડ મળેલ છે. પોતાની સફળતા માટે ઓમ પોતાના કુટુંબને સહભાગી માને છે.

READ  મુંબઈ: મેડિકલ પ્રવેશમાં મરાઠા અનામતની સમસ્યાનો નિવેડો લાવવા સરકાર લાવી શકે છે અધ્યાદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

એજ્યુકેટેડ ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવતા ઓમને નાનપણથી જ એજ્યુકેશનમાં આગળ રહેવા માટે પ્રોત્સાહન મળતું રહ્યું છે. ઓમના પપ્પા રાકેશ મહેતા પોતે ડેન્ટલ સર્જન છે અને તેમનું ઘાટકોપરમાં ક્લિનિક છે. ઓમના મમ્મી માઇક્રોબાયોલોજિસ્ટ છે. મહુવાના મહેતા કુટુંબના ઓમને આગળ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ વધવું છે. અત્યારે સૌથી વધારે ચાલતું ક્ષેત્ર એટલે AI (Artificial  Intelligence)માં ઓમને ખુબ જ રસ છે.

Oops, something went wrong.

 

FB Comments