મુંબઈમાં મુશળધાર વરસાદ, લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયુ છે. હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં 150થી 180 મિલીમીટર વરસાદ થયો છે.

તે દરમિયાન લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે અને દરિયાકિનારે પણ ન જવાની સલાહ આપવામાં આવી છે. ખરાબ હવામાનના કારણે 24 જેટલી ફલાઈટના સમય ખોરવાઈ ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: મુંબઈમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા, દરિયામાં હાઈટાઈડનો પણ ખતરો

મહાલક્ષ્મી એક્સપ્રેસ બદલાપુર અને વાંગની સ્ટેશનોની વચ્ચે પાણીથી ભરાયેલા ટ્રેક પર ફસાઈ ગઈ છે. તેમાં ફસાયેલા 2 હજાર મુસાફરોને બહાર કાઢવા માટે NDRFની ટીમ રવાના થઈ ચૂકી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

27 જુલાઈથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. તેને લઈને લોકોને સાવચેતી રાખવાનું જણાવવામાં આવ્યું છે. કારણ કે આવી પરિસ્થિતીમાં જુના મકાનોની દિવાલો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ આવા વાતાવરણને લઈને મકાનો અચાનક તુટી પડ્યા છે અને આવી ઘટનામાં ઘણા લોકોના મોત પણ થયા છે.

READ  VIDEO: ગરબા કેન્સલ થતા ખેલૈયાઓનો ઉત્સાહ ઓસર્યો, વરસાદની આગાહીના પગલે આજે પણ ગરબાના રંગમાં ભંગ પડી શકે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોલેજ કોન્સોર્ટીઅમ ઓફ ગુજરાતમાં યોજાયો અભિવ્યક્તિ કાર્યક્રમ | Tv9GujaratiNews

 

FB Comments