કોરોનાને કારણે ભાઈએ કરી ભાઈની હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ

Mumbai man kills brother for stepping out during lockdown corona ne karan e bhai e kari bhai ni hatya police e aaropi ni kari dharpakad

કોરોનાને ડામવા માટે અને તેને વધતો રોકવા માટે મોદી સરકારે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. દેશભરમાં લોકડાઉન દરમિયાન ઘરથી બહાર નિકળવાના મામલે મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી દીધી હતી. મુંબઈના પશ્ચિમી ઉપનગરીય કાંદિવલીમાં પોતાના નાનાભાઈની કથિત રીતે હત્યા કરવાના આરોપમાં 28 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરા: નાગરવાડા વિસ્તાર કલસ્ટર ક્વોરન્ટાઈન જાહેર, લોકોની અવરજવર પર પ્રતિબંધ

પોલીસના જણાવ્યા અનુસાર બુધવારના રોજ લૉકડાઉનની સ્થિતિમાં દુર્ગેશ ઘરની બહાર ગયો હતો. જેથી ઉશ્કેરાયેલા તેના મોટાભાઈ અને આ ઘટનાના આરોપી રાજેશ લક્ષ્મી ઠાકુરે નાનાભાઈ દુર્ગેશની હત્યા કરી દીધી છે. મૃતક પૂણેમાં એક ખાનગી ફર્મમાં કામ કરતો હતો. જે લૉકડાઉનના કારણે ઘરે પરત ફર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ચિત્તાના હુમલાથી નાના ભાઈને બચાવવા બહેન તેની પર સૂઈ ગયી, ગંભીર રીતે ઈજા થવાથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

 

અધિકારીએ જણાવ્યું કે જ્યારે દુર્ગેશ બહાર ફરવા ગયા પછી ઘરે પાછો ફર્યો તો આરોપી અને તેની પત્નીએ તેના ઉપર નારાજગી વ્યક્ત કરી હતી અને પછી તેની સાથે જોરદાર રકઝક થઈ હતી. જેના કારણે આરોપીએ તેની ઉપર ધારદાર વસ્તુથી હુમલો કરી દીધો હતો. પીડિતને નજીકની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આરોપી સામે હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે.

READ  VIDEO: દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા, 5,651 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સિદ્ધપુર બસ સ્ટેન્ડ પાસે બેભાન થયેલા વ્યક્તિનું મોત, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

FB Comments