મુંબઈના અંધેરી રેલવે સ્ટેશને યુવક પર પસાર થઈ ગઈ આખી ટ્રેન, જુઓ VIDEO

મુંબઈના અંધેરી રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ પ્લેટફોર્મ અને રેલવે ટ્રેક વચ્ચેની જગ્યા પર પડી ગયો હતો.  વ્યક્તિ ઉપરથી ટ્રેન પસાર થઈ છતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો.

 

મુંબઈના અંધેરીમાં બનેલી એક દિલધડક ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ થયો છે. 9 મેના રોજ સવારે અંધેરી રેલવે સ્ટેશન પરથી અવંતિકા એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. તે જ સમયે એક વ્યક્તિ પ્લેટફોર્મ અને રેલવે ટ્રેક વચ્ચેની જગ્યા પર પડી ગયો હતો. એક તરફ આ વ્યક્તિ ઉપરથી ટ્રેન પસાર થઈ રહી હતી તો બીજી તરફ ત્યાં ઉભેલા લોકો મોબાઈલમાં તેનો વીડિયો ઉતારી રહ્યા હતા અને ટ્રેન નીચે ફસાયેલા વ્યક્તિને સાવધાન રહેવાની અને હલનચલન નહીં કરવાની સલાહ આપી રહ્યા હતા.

 

READ  મોટી આવક ધરાવતા 65 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગને લઈને સરકારે કર્યો આ નિર્ણય, વાંચો વિગત

લગભગ 46 સેકન્ડ સુધી જીવન અને મરણ વચ્ચેની આ જંગ ચાલતી રહી અને આખરે મોત સામે જિંદગીની જીત થઈ ગઈ. ટ્રેન પસાર થઈ ગઈ અને ત્યાં ઉભેલા લોકોએ આ વ્યક્તિને ત્યાંથી બહાર કાઢ્યો. આટલી મોટી ઘટના બની પણ આ વ્યક્તિને ચમત્કારિક રીતે કોઈ જ ઈજા થઈ ન હતી ન હતી.સોશિયલ મીડિયામાં આ વીડિયો થયો વાયરલ થઈ રહ્યો છે.

READ  મહાલક્ષ્મી એક્સપ્રેસમાં 3 ફુટ પાણી વચ્ચે કેવી રીતે પહોંચી રહી છે મદદ, જુઓ ફોટો

આ પણ વાંચો: ના હોય! તમે ચા પીવાના શોખીન હશો પરંતુ આ ‘ચાચી’ 33 વર્ષથી માત્ર ચા પીને જીવી રહ્યા છે, ડૉક્ટરોને પણ કંઈ સમજાતું નથી

 

Oops, something went wrong.
FB Comments