ફેસબુક પર મળેલી પ્રેમિકાને મળવા વિઝા વગર પહોંચ્યો પાકિસ્તાન અને 6 વર્ષે થઇ આવી હાલત !

mumbai man returns india aftre 6 years in pak jail
mumbai man returns india after 6 years in pak jail

ભારતીય નાગરિક હામિદ નિહાલ અંસારી 6 વર્ષ બાદ પાકિસ્તાનથી ભારત પરત ફર્યો છે. વતનની જમીન પર પગ મૂકતાં જ હામિદે દેશની માટીને પોતાના માથે લગાવી હતી.

hamid ansari returns india

હામિદને આવકારવા માટે તેનો આખો પરિવાર વાઘા બોર્ડર પર આવ્યો હતો. 6 વર્ષ બાદ માતા-પુત્રનું મિલન થયું. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા દરેક વ્યક્તિની આંખો ભરાઈ આવી હતી / છલકાઈ ગઈ હતી. વાઘા બોર્ડર પર ભારતીય હામિદને આવકારવા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 6 વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં કેદ રહ્યા બાદ પોતાના વતનમાં પાછા ફરતા હામિદના ચહેરા પર ખુશી છલકાતી હતી.

READ  પાકિસ્તાને રોકી સમજૌતા એક્સપ્રેસ, કહ્યું ડ્રાઈવરને મોકલો અને ટ્રેન લઈ જાઓ પરત

hamid ansari returns india

કેસ શું હતો ?

હામિદ અંસારી મુંબઇનો રહીશ છે અને વર્ષ 2012માં હામિદને ફેક ડોક્યુમેન્ટ્સ સાથે પાકિસ્તાનના પેશાવરમાં પકડવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ, હામિદ ફેસબુકના માધ્યમથી પાકિસ્તાનની એક છોકરીના સંપર્કમાં આવ્યો હતો અને તેને મળવા માટે હામિદ પાકિસ્તાન ગયો હતો. પકડાયા બાદ પાકિસ્તાનની એક કોર્ટે હામિદને ભારત માટે જાસૂસી કરવાના કેસમાં દોષી ગણાવ્યો હતો અને જેલની સજા સંભળાવી હતી.

READ  આતંકીઓની છાતી પર અંગદનો પગ સાબિત થઈ ભારતીય સેના, છેલ્લે-છેલ્લે 3 આતંકીઓને સુવડાવી આ જિલ્લાને બનાવી દિધો કાશ્મીરનો પ્રથમ આતંકમુક્ત જિલ્લો

જુઓ વીડિયો :

https://dai.ly/x6z6xmx

6 વર્ષની લાંબી લડત બાદ હામિદ અંસારી પાકિસ્તાનથી ભારત પરત ફર્યો છે. વાઘા બોર્ડર પર પરિવાર સાથે મિલન થતા ભાવવિભોર ર્દશ્યો સર્જાયા હતા.

[yop_poll id=279]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top 9 National News Of The Day : 31-03-2020 | Tv9GujaratiNews

FB Comments