મુંબઈમાં BESTની સર્વિસને કાયમ રાખવા મેયર દ્વારા દર મહિને 100 કરોડની કરાઈ જાહેરાત

મુંબઈની બેસ્ટ બસ સર્વિસની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે મુંબઈ મહાગનગર પાલિકા દર મહિને બેસ્ટ ઉપક્રમને ૧૦૦ કરોડ રૂપિયાની આર્થિક મદદ કરશે. પાલિકાની ગ્રૂપ લીડરની બેઠકમાં નિર્ણય લેવાયો હોવાનું મેયર વિશ્વનાથ મહાડેશ્વરે જણાવ્યું હતું. બેસ્ટની આર્થિક પરિસ્થિતિને સદ્ધર લાવવા અને બેસ્ટ ઉપક્રમના અંદાજપત્રને પાલિકાના બજેટમાં જોડી દેવાય નહીં ત્યાં સુધી પાલિકાએ દર મહિને બેસ્ટને 100 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરશે તે અંગેના મેયરના પ્રસ્તાવને તમામ રાજકીય પક્ષના ગ્રુપ લીડરે સહમતિ આપી હતી.

READ  અતિવૃષ્ટિથી ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ, ધરતીપુત્રોના હાલ બેહાલ, જુઓ VIDEO

આ પણ વાંચોઃ નથુરામ ગોડ્સે મુદ્દે અમિત શાહે કહ્યું કે તેમના વ્યક્તિગત નિવેદન છે, હેગડેએ કહ્યું હતું કે ગોડ્સેએ તો એકને જ માર્યા હતા

 

તો કમિશનરે પણ સાકારાત્મક વલણ અપનાવ્યું હોવાથી બેસ્ટને દર મહિને પાલિકા આર્થિક મદદ કરશે. અત્યારે બેસ્ટ ઉપક્રમના માથે ત્રણ હજાર કરોડ રૂપિયાનું દેવું છે. આ સિવાય બેસ્ટ ત્રણ હજાર બસ ભાડા પર લઈને મુંબઈગરાને બસ સેવા પૂરી પાડશે. આમ બેસ્ટ ઉપક્રમનું ખાનગીકરણ દિશા તરફ જઈ રહ્યું હોવાનો આક્ષેપ પાલિકાના વિપક્ષ નેતા રવિરાજો કર્યો હતો.

READ  મહારાષ્ટ્રના પર્યાવરણ અને પ્રદૂષણ પ્રધાન આદિત્ય ઠાકરેએ હેમરાજ શાહ સંપાદિત પુસ્તક 'વાર્તાવિશેષ'નું વિમોચન કર્યુ

Surat: Girl attempts suicide by jumping off bridge, saved | TV9News

FB Comments