નેવલ ડૌકયાર્ડ મુંબઈએ ડિઝાઈન કરી લૉ-કોસ્ટ ટેમ્પરેચર ગન

ટેમ્પરેચર સેન્સર ગન
હાલ કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વમાં કટોકટીની પરિસ્થિતી છે. ભારતમાં દરરોજ ઇન્ફેક્ટેડ પેેશેન્ટની સંખ્યામાં વિશાળ ઉછાળો જોતા, દેશનું મેડિકલ ઇન્ફ્રાસ્ટક્ચર કેટલું પૂરતું છે એે એક ચિંતાનો વિષય છે. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નેવલ ડૌકયાર્ડ, મુંબઈએ પોતાની અલગ હૈંડહેલ્ડ IR બેઝ્ડ ટેમ્પરેચર સેન્સર ગન ડિઝાઇન અને ડેવેલપ કરી છે. આ ખાસ તેમના કાર્યકર્તાઓ અને ઑફિસર્સની સ્ક્રિનિંગ માટે ઉપયોગ કરાશે.  જેથી ડૌકયાર્ડ ના મેન એન્ટ્રેસના સિક્યોરિટી ઉપર ચેકિંગનો ભાર ઓછો થાય. નેવીનો દાવો છે કે આ સાધનનો ઉત્પાદન નેવીના ઈન-હાઉ સંસાધનો દ્વારા એક હજાર રુપિયાથી પણ ઓછી કિંમતમાં થયો છે.  જેની કિંંમત માર્કેટમાં મળતી બાકી ટેમ્પરેચર ગન્સના મુકાબલે ઘણી ઓછી છે.  

વેસ્ટર્ન નેવલ કમાંડના ૨૮૫ વર્ષ જૂના નેવલ ડૌકયાર્ડ માં દરરોજ સરેરાશ ધસારો લગભગ ૨૦,૦૦૦ કર્મચારિયોનો થાય છે. COVID-19 ને ધ્યાનમાં રાખતા આ તમામ કર્મચારીની સ્ક્રિનીંગ આવશ્યક બની રહે છે અને એટલા માટે જ નેવલ ડૌકયાર્ડ દ્વારા હૈંડહેલ્ડ IR બેઝ્ડ ટેમ્પરેચર સેન્સર ગન બનાવામાં આવી છે. જે સંભવિત દર્દીના શરીરનું તાપમાન બિન-સંપર્ક સ્ક્રિન કરી શકે છે. 
 
ટેમ્પરેચર સેન્સર ગન
હાલની ચિંતાજનક પરિસ્થિતીને જોતા માર્કેટમાં નૉન-કોન્ટૌક્ટ થર્મોમીટર અથવા તો ટેમ્પરેચર ગન્સની માંગ અને ભાવ વધતા, નેવલ ડૌકયાર્ડ, મુંબઈએ આ સાધનનું ઉત્પાદન જાતે કર્યું છે. હૈંડહેલ્ડ IR બેઝ્ડ ટેમ્પરેચર સેન્સર ગનની ચોકસાઈ છે 0.02 deg Celsius છે. આ નૉન-કોન્ટૌક્ટ થર્મોમીટરમાં છે ઇન્ફ્રારેડ સેન્સર અને LED ડિસપ્લે માઈક્રો-કંટ્રોલર સાથે જે ૯વી બેટરી પર ચાલે છે. એક હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતની આ ટેમ્પરેચર સેન્સર ગન્સનું ઉત્પાદન વધારવા માટે નેવલ ડૌકયાર્ડ કાર્યરત છે. 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 29 પર પહોંચી

Oops, something went wrong.
FB Comments