મુંબઈગરાઓને મહાશિવરાત્રીના દિવસે 2 મોટી ભેટ, મોનોરેલના ફેઝ-2 સાથે પરેલ ટર્મિનસની શરુઆત

મહાશિવરાત્રીના પાવન દિવસે મુંબઈગરાઓને બે મોટી ભેંટ મળી છે. તેમાં મોનો રેલ ફેઝ-2 અને પરેલ ટર્મિનસનો સમાવેશ થાય છે. આ બન્ને સેવાઓનું લોકાર્પણ રવિવારે જ મુખ્યપ્રધાન દેવેંદ્ર ફડણવીસ અને રેલવે પ્રધાન પિયુષ ગોયલે કર્યું હતું પણ સાચી શરુઆત તો સોમવારના દિવસે જ થઈ હતી.

આ બંને સેવાઓની વિધિવત શરૂઆત સોમવારના રોજ થઈ છે. આ બન્ને સેવાઓને કારણે મુંબઈગરાઓની મુશ્કેલીઓ ઓછી થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સવારે પાંચ કલાકે પહેલી મોનો રેલ વડાળાથી સાત રસ્તા જવા રવાના થઈ હતી. જેમાં ટીવી નાઈનની ટીમે પણ પ્રવાસ કર્યો હતો.

12 કિમીની મુંબઈની આ બીજી મોનો રેલ બે વર્ષના વિલંબે શરૂ થઈ છે. તેથી જ લોકોનું કહેવું છે કે દેર આયે, દુરુસ્ત આયે. મોનો રેલ સાથે જ મુંબઈગરાઓને મળેલી બીજી ભેંટ એટલે પરેલ સ્ટેશનનું રૂપાંતર પરેલ ટર્મિનસમાં થવું. મધ્ય અને પશ્ચિમ રેલવેને જોડતા દાદર રેલવે સ્ટેશન પર થતો ધસારો ઓછો કરવા માટે પરેલમાં ટર્મિનસ બનાવવામાં આવ્યું છે. જેમાં લોકલ ટ્રેનો માટે બે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. પરેલ પૂર્વ અને પશ્ચિમને જોડતા 3 પૂલની સુવિધા છે. વધુમાં સ્ટેશનનું નૂતનીકરણ, એસ્કેલેટર્સની સવલત પણ આપવામાં આવી છે. પરેલથી કુલ 32 લોકલ ટ્રેનો દોડાવામાં આવશે. એક તરફ જ્યાં મુંબઈ ઉપનગરમાં ટ્રાફિક જામમાં ફસાતા મુંબઈગરાઓને બીજી મોનો રેલને કારણે મોટી રાહત મળશે. ત્યાં દાદર સાથે જ પરેલથી લોકલ ટ્રેન શરૂ થતાં લોકલ પ્રવાસીઓને પણ ઓછી હાલાકીનો સામનો કરવો પડશે.

 

Delhi: MHA asks states to remain alert over violence during counting of votes tomorrow- Tv9

FB Comments

Neeru Zinzuwadia Adesara

Read Previous

ભારતની એર સ્ટ્રાઇક સમયે જૈશ-એ-મોહમ્મદના કેમ્પમાં 300 મોબાઇલ હતા સક્રિય, પુરાવાને લઇને ટેક્નીકલ રિસર્ચ ટીમનો સૌથી મોટો દાવો

Read Next

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસથી ભાજપે લોકસભાની 15 બેઠકો પર ડેમેજ કંટ્રોલ કરવાની કરી શરૂઆત

WhatsApp chat