મહારાષ્ટ્રમાં શિવસેના સાંસદ અને ગઠબંધનના સંયોજક સંજય રાઉતની તબિયત ખરાબ

શિવસેના સાંસદ સંજય રાઉત હાલ મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવવા કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધન કરવાના પ્રયાસમાં છે. આજે તેમણે શરદ પવાર સાથે એક હોટલમાં બેઠક યોજી હતી. જે બાદ અચાનક તેમની તબિયત ખરાબ થઈ હતી. અને તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મહારાષ્ટ્રના પરિણામ બાદ શિવસેનાના મુખ્યપ્રધાન બનાવવા મામલે સંજયે ભાજપ પર પ્રહાર કર્યા હતા. સંજય રાઉત શિવસેનાના દિગ્ગજ નેતા છે. સાથે સામનાના કાર્યકારી સંપાદક પણ છે.

READ  VIDEO: વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ કોંગ્રેસના 44 પૈકી આટલા ધારાસભ્યો શિવસેનાને આપશે સમર્થન!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શિવસેના નેતાઓ સાંજે 6 વાગ્યે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. શિવસેના પાસે સરકાર બનાવવા માટે સાંજના 7:30 સુધીનો સમય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments