‘કેમ છો વરલી’ના સૂત્ર સાથે આદિત્ય ઠાકરેના મુંબઈ વરલીમાં લાગ્યા પોસ્ટર્સ, જુઓ VIDEO

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરી થઈ ગયું છે અને તેની સાથે જ શરૂ થઈ ગયું છે રાજનીતિનું ઘમાસાણ. શિવસેના માટે આ વિધાનસભા ચૂંટણીનું મહત્વ વધારે છે કારણકે પહેલીવાર ઠાકરે પરિવારનો કોઈ ચહેરો ચૂંટણી મેદાનમાં ઉતર્યો છે. પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરે વિધાનસભા ચૂંટણીમાં વરલી બેઠક પરથી ચૂંટણી લડશે તેવી સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જેને પગલે મંગળવારે સવારે મુંબઈમાં શિવસેના તરફથી આદિત્યના સમર્થનમાં કેટલાક પોસ્ટર્સ લગાડવામાં આવ્યા. ખાસ વાત એ છે કે આ પોસ્ટર્સ ગુજરાતી, કન્નડ અને ઉર્દું ભાષાઓમાં લખવામાં આવ્યા છે. વરલીમાં લગાડેલા પોસ્ટરમાં ગુજરાતી ભાષામાં ‘કેમ છો વરલી’ના સૂત્ર સાથે આદિત્ય ઠાકરેની તસવીર પણ નજરે પડી રહી છે. ટુંકમાં કહીએ તો આ પોસ્ટર્સને જોતા એવું લાગી રહ્યું છે કે શિવસેનાએ ચૂંટણી મેદાનમાં ઉતરતાની સાથે જ ગુજરાતી રાગ આલાપવાનું શરૂ કર્યું છે.

READ  ભાજપના વધુ એક નેતાએ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી, આખરે આ અધિકારીઓ પર કોના ચાર હાથ છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  CM વિજય રૂપાણીનો હુંકાર, પારદર્શક સરકારમાં નહીં ચલાવી લેવાઈ ભ્રષ્ટાચાર

 

FB Comments