ઈમરાન હાશ્મીની મર્ડર-2માં વિલનનો રોલ નિભાવનારા પ્રશાંત નારાયણની ધરપકડ, આ છે સમગ્ર મામલો

મર્ડર 2ના એક્ટર પ્રશાંત નારાયણને છેતરપીંડિના કેસમાં ધરપકડ કરાઈ છે. અને જેલ હવાલે કરી દેવાયો છે. કેરળ પોલીસના અધિકારીના હિસાબે પ્રશાંત અને તેની પત્નીની મુંબઈમાંથી ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચોઃ કાજલ ઓઝા વૈદ્ય બાદ નીલકંઠ વર્ણી વિવાદમાં કટાર લેખક જય વસાવડાનું પણ બાપુને સમર્થન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈમરાન હાશમીની ફિલ્મ મર્ડર-2માં વિલેનનો રોલ કરનારા પ્રશાંત નારાયણને સૌ કોઈ જાણે છે. જેને લઈ સમાચાર સામે આવ્યા છે કે છેતરપીંડિના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. થૉમસ પૈનિકર નામના વ્યક્તિએ તેના વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. 2017માં પ્રશાંતે એક મલયાલમ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મમાં સાથે કામ કર્યા બાદ થૉમસ અને પ્રશાંત વચ્ચે મીત્રતા થઈ હતી. પ્રશાંતે થૉમસને કહ્યું કે, તેમની પત્નીના પિતાની મુંબઈમાં એક કંપની છે. અને જો થૉમસ તેમાં રોકાણ કરશે તો તે ડાયરેક્ટર બની શકે છે. જેના હિસાબે થૉમસે 1.20 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જે પછી તેને ખ્યાલ આવ્યો કે, તેની સાથે છેતરપીંડિ થઈ છે. અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કાશ્મીર ઘાટીમાં સેનાને મોટી સફળતા, આ ગેંગનો છેલ્લો આતંકવાદી પણ અથડામણમાં થયો ઠાર

કેરળ પોલીસના અધિકારીએ જણાવ્યું કે, 7 અધિકારીઓની એક ટીમ મુંબઈ પહોંચી હતી. ત્રણ દિવસ નજર રાખ્યા બાદ ધરપકડ કરી છે. ટ્રાન્સફર વોરંટના આધારે પ્રશાંત અને તેની પત્નીને કેરળ લઈ જવાયા છે. અને 20 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પણ મંજૂર કરાયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જમ્મૂ કાશ્મીરના પ્રવાસે આવેલા EU સાંસદની પત્રકાર પરિષદ, કહ્યું કે અમારી મુલાકાતને ખોટા દ્રષ્ટિકોણથી જોવામાં આવી, જુઓ VIDEO

 

FB Comments