વડોદરા પોલીસની ખુબ જ સરાહનીય કામગીરી, હત્યાના આરોપીના બાળક માટે બન્યા મા-બાપ, જુઓ VIDEO

 

વડોદરામાં પોલીસ વિભાગ દ્વારા હત્યાના ગુનાના આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીના નિરાધાર બનેલા બાળકને લઈને સંવેદનશીલતા જોવા મળી રહી છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં એક વર્ષ અગાઉ એક પતિએ પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારે હવે આ હત્યા બાદ આ પતિ-પત્નીના નવ વર્ષીય બાળક ભાવેશ નિરાધાર બન્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યા, જાણો એક ક્લિક પર..

ત્યારે વડોદરા ઈ-ડિવિઝનના પોલીસ અધિકારી ACP એસ.જી.પાટિલ દ્વારા નિરાધાર બાળકની જવાબદારી ઉઠાવવાનું નક્કી કરવામાં આવ્યું અને હવે ભાવેશ નામનો નવ વર્ષનો બાળક વડોદરા પોલીસની સાથે જ રહે છે. મહત્ત્વની બાબત તો એ છે જે પોલીસ અધિકારીના નિર્ણયની સાથે વિભાગના બીજા પોલીસ કર્મીઓ પણ હોંશે હોંશે આ બાળકની સારસંભાળ રાખી રહ્યા છે.

READ  ગુજરાતના બજારમાં ડુંગળીના ભાવ શું રહ્યા, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે પોતાના મા અને બાપ વગરનો ભાવેશ પોતાનું બાળપણ હવે વડોદરા પોલીસ સાથે વિતાવી રહ્યો છે. પોલીસ ફક્ત કહેવા પુરતુ જ બાળક ને રાખે છે તેમ નથી પોલીસે તેને ભણાવવાની પણ જવાબદારી લીધી છે સાથે જ તેને સમયસર ભોજન ઉપરાંત તેની જરૂરિયાતો પૂરી કરવી વગેરે મુખ્ય બાબતો પણ પોલીસ ધ્યાને રાખી અને બાળક ને સાચવી રહી છે.

READ  કચ્છના ડેમોમાં આવ્યા નવા નીર, લોકોમાં ફેલાઈ ખુશી, જુઓ VIDEO

[yop_poll id=”1″]

 

FB Comments