ત્રણ દિવસ પછી પણ પત્રકાર ચિરાગ પટેલના હત્યાનું કારણ અકબંધ રહેતાં, લોકોએ સોશિયલ મીડિયા પર #Justice4Chirag અભિયાન શરૂ કર્યું

અમદાવાદમાં શનિવારેે પત્રકાર ચિરાગ પટેલની હત્યાની ઘટના સામે આવી હતી. જે પછી પોલીસ સામે ઘણાં સવાલો ઊભા થઇ રહ્યા છે. ટીવી પત્રકાર ચિરાગની હત્યાના ચાર દિવસ પછી પણ તેના હત્યા અંગે પોલીસની તપાસ દિશાવિહીન હોવાનું જોવા મળી રહ્યું છે.

છેલ્લા ત્રણ દિવસમાં પોલીસને હજુ સુધી એ પણ જાણી શકી નથી કે મોત પાછળનું કારણ હત્યા જવાબદાર છે કે પછી આત્મહત્યા. પરંતુ જે રીતે શંકાસ્પદ હાલતમાં ચિરાગનું મોત થયું છે તે જોતાં તેની હત્યાની ઘટના તરફ ઇશારો વધુ કરી રહ્યું છે.

READ  Mumbai police arrests 2 Chinese nationals for stealing, swapping diamonds - Tv9 Gujarati

આ સમગ્ર ઘટના પછી ગુજરાતના પત્રકારોને મોટો આઘાત લાગ્યો છે. જે પછી પોલીસ સામે ચિરાગના માટે ન્યાય માંગવા માટે સોશિયલ મીડિયા પર #Justice4Chirag અભિયાન શરૂ થયું છે. જેના પર મોટી સંખ્યામાં પત્રકારો અને લોકો ટ્વિટ કરી રહ્યા છે.

આ પણ વાંચો : સરહદ પર ભારતનો સામનો ન કરી શકતું પાકિસ્તાન હવે ભારતીય ઉચ્ચાયુક્તોને કરી રહ્યું છે હેરાન, ભારતે પણ ભર્યા કડક પગલાં

READ  Parking is the major problem for the smart city 'Ahmedabad'

બીજી તરફ પોલીસ પર પણ આ મામલે તાત્કાલિક યોગ્ય તપાસ કરવા માટે દબાણ વધી રહ્યું છે. લોકોએ ટ્વિટર, ફેસબૂક, વોટ્સએપના માધ્યમે ચિરાગને ન્યાય અપાવવા માગ કરી રહ્યા છે. જેની સાથે #Justice4Chirag ની અપીલ કરવામાં આવી રહી છે.

Latest News Stories From Gujarat : 20-09-2019 | Tv9GujaratiNews

FB Comments