ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા વિદ્યાર્થીઓના સમર્થનમાં, કહ્યું ‘JNUના VCને હટાવવા જોઈએ’

bjp-leader-murli-manohar-joshi-reaction-over-fees-hike-in-jnu-and-vc

જેએનયુ મુદે દેશભરમાં આંદોલન થઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓને જે રીતે મારવામાં આવ્યા અને બુકાનાધારીઓ આવ્યા તે અંગે સોશિયલ મીડિયા પર ગરમાગરમી છે. આ બધાની વચ્ચે આજે જેએનયુના વિદ્યાર્થીઓએ એક વિશાળ રેલી યોજી હતી. વાઈસ ચાન્સેલરને હટાવવા માટે આ રેલી કાઢવામાં આવી હતી અને તેને દિલ્હી પોલીસ દ્વારા રોકવામાં આવી છે. પહેલાં માનવ સંસાધન મંત્રાલયનો ઘેરાવ કરવાનું નક્કી કરાયું હતું અને બાદમાં રાષ્ટ્રપતિ ભવનના રસ્તા પર જતા આ રેલીને રોકવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  JNU ફરી વિવાદમાં, યુનિવર્સિટી બહાર વિદ્યાર્થીઓએ કર્યુ વિરોધ પ્રદર્શન, જુઓ VIDEO

 

 

આ બધાની વચ્ચે ભાજપના એક વરિષ્ઠ નેતાઓએ વિદ્યાર્થીઓના પક્ષમાં નિવેદન આપ્યું છે. તેઓએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે અહેવાલ પ્રમાણે જેએનયુના વીસીને સરકારે બે વખત ફી વધારાનો પ્રશ્ન ઉકેલવા માટે સલાહ આપવામાં આવી હતી. તેઓએ વધારેમાં ઉમેર્યું કે વીસી સરકારાના પ્રસ્તાવને લાગુ નથી કરી રહ્યાં. આ તેમનું વલણ નિંદનીય છે અને મારા મત મુજબ તેઓને પોતાના પદ પર રહેવાની અનુમતિ ના આપવી જોઈએ.

READ  અમદાવાદના વિશાલા સર્કલ પાસે વોટર લાઈનમાં કામ કરવા ઉતરેલા 2 શ્રમિકના થયા મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે વાતને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેમાં ભાજપના વરિષ્ઠ નેતાએ પોતાનો મત રાખ્યો છે. હજારો વિદ્યાર્થીઓ દિલ્હીના રસ્તા પર ઉતરીને વીસીના રાજીનામાની સરકાર પાસે માગણી કરી રહ્યાં છે ત્યારે ભાજપના જ એક વરિષ્ઠ નેતાના વિદ્યાર્થીઓના પક્ષમાં નિવેદનથી અલગ ચર્ચાઓએ જોર પક્ડ્યું છે.

READ  સમગ્ર વિશ્વમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે કોરોનાના કેસ: દુનિયાભરમાં કેવી છે પરિસ્થિતિ જાણો સમગ્ર વિગત

 

94 COVID19 cases reported in Gujarat in last 24 hours, total number rises to 280

FB Comments