ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના પુત્ર કાપલી સાથે ઝડપાયા બાદ પિતાએ પુત્રને બચાવવામાં આપી આવી પ્રતિક્રિયા

જ્યારે કોઈ સામાન્ય વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતો ઝડપાય છે. ત્યારે તેને સજા કરવામાં આવે છે. પરંતુ જ્યારે પ્રજાના મોટા સેવકના પુત્ર જ ચોરી કરતા પકડાય તો ? આવી જ કંઇક ઘટના ઘટી છે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે.જીતુ વાઘાણીનો પુત્ર મીત વાઘાણી BCAની પરીક્ષામાં 27 કાપલીઓ સાથે ચોરી કરતા ઝડપાયો છે.

એક તરફ પિતા પોતાના નામ આગળ ચોકીદારનું વિશેષણ મુકે છે તો બીજી તરફ પુત્ર પરીક્ષામાં ચોરી કરતા ઝડપાતા જીતુ વાઘાણીને નીચા જોવા જેવું થયું છે. જો કે આ કિસ્સામાં જીતુ વાઘાણીએ પોતાના દિકરાનો જરા પણ બચાવ નથી કર્યો. નિયમ અનુસાર કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

કોપી કેસમાં પકડાયેલો મિત વાઘાણી આ વખતે હવે એક પણ પેપર નહીં આપે તેવો તેમના પરિવારે નિર્ણય કર્યો છે. જીતુ વાઘાણી ફક્ત ભાવનગરના ધારાસભ્ય નથી પણ પ્રદેશ ભાજપના પ્રમુખ છે. તેમનું રાજકારણમાં ખુબજ મોટું નામ છે. ત્યારે આ ઘટનાથી લોકચર્ચાઓ પણ શરુ થઇ ગઇ છે.

આ પણ વાંચો : જો તમને એવું લાગે છે કે મતદાન કરવું સમય બરબાદ કરવા જેવું છે, તો પરદાદા-પરદાદીની ઉંમરના આ ગુજરાતી લોકોને મળો,100 વર્ષથી વધુ ઉંમરના 719 લોકો દરેક ચૂંટણીમાં કરી રહ્યા છે મતદાન

એક તરફ જીતુ વાધાણી ગુજરાત ભાજપમાં મે ભી ચોકીદાર અભિયાન ચલાવી રહ્યાં છે. ત્યારે તેમના પુત્રએ ચોકીદારથી વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. તો બીજી તરફ વાઘાણીએ જરા પણ પુત્ર પ્રેમ દાખવ્યા વગર કાર્યવાહી કરવાની અપીલ કરી છે. જે જીતુ વાઘાણીની એક અલગ છાંપ પણ છોડે છે.

Auto driver murdered in Rajkot, investigation on| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

જો તમને એવું લાગે છે કે મતદાન કરવું સમય બરબાદ કરવા જેવું છે, તો પરદાદા-પરદાદીની ઉંમરના આ ગુજરાતી લોકોને મળો,100 વર્ષથી વધુ ઉંમરના 719 લોકો દરેક ચૂંટણીમાં કરી રહ્યા છે મતદાન

Read Next

હાર્દિક પટેલને મોટો ઝટકો, ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી નહી લડી શકે 2019ની ચૂંટણી

WhatsApp પર સમાચાર