રાફેલ વિમાનના વિવાદના લીધે એક ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જાણો કેમ?

કોંગ્રેસ કહી રહી છે કે રાફેલ સોદામાં ભાજપની સરકારે ભ્રષ્ટ્રાચાર આર્ચયો છે જ્યારે ભાજપ કહી રહી છે આ સોદો સસ્તો થયો અને તેનાથી દેશને લાભ થયો છે. આ બંને પક્ષની દલીલો વચ્ચે એક ગામના લોકો પરેશાન થઈ ગયા છે.

ભારતમાં રાફેલ વિમાનના સોદાને લઈને આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે. આ બધાની વચ્ચે છત્તીસગઢમાં એક ગામ આવેલું છે તેનું નામ પણ રાફેલ જ છે અને ભાજપ-કોંગ્રેસના વિવાદમાં આ ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારને ઝટકો, મંત્રાલયમાંથી ચોરાયેલાં દસ્તાવેજોના આધારે રાફેલ વિવાદની રિવ્યુ પીટીશન સુપ્રીમ કોર્ટે સ્વીકારી

રાફેલ વિવાદને લઈને આ ગામના લોકોને આજુબાજુના ગામના લોકો પણ ચિડવે છે અને તેના લીધે ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગામના લોકોને બહારના લોકો આ રાફેલ વિમાનને કે સોદાને લઈને પણ પ્રશ્નો પૂછ્યા કરે છે. હકીકત એવી છે કે રાફેલ મુદ્દો પછી આવ્યો આ ગામ પહેલાથી જ છે. રાફેલ મુદ્દા સાથે જોડીને સવાલોના જવાબો આપીને આ ગ્રામજનો કંટાળી ગયા છે.

 

 

વિવાદની વચ્ચે ગામના લોકોમાં એક વાતની ખૂશી પણ છે

ગ્રામજનોમાંથી ઘણા લોકો રાફેલ વિવાદને લઈને ભલે તેમના ગામનું નામ ચર્ચાઈ રહ્યું હોય અને લોકો તેની મજાક પણ ઉડાવતા હોય પણ આ ચર્ચાને લીધે જે ગામને કોઈ ઓળખતું નહોતું ત્યાં હવે મીડિયાની ટીમો આવવા લાગી છે અને ગામ ધીમે-ધીમે પ્રખ્યાત બનવા લાગ્યું છે. આથી જ ઘણાં ગ્રામજનો કહી રહ્યાં છે કે અમારા ગામને આ ભાજપ-કોંગ્રેસના રાફેલ વિમાન વિવાદના લીધે એક આગવી ઓળખ મળી છે.

 

Ahmedabad: Police,collector and corporation to hold joint meeting tomorrow after Surat fire incident

FB Comments

TV9 WebDesk8

Read Previous

વડાપ્રધાન મોદીનો સપા-બસપા પર પ્રહાર, કહ્યું ’23મેના રોજ આ ખોટી દોસ્તી તૂટી જશે’

Read Next

અમદાવાદ: હાર્દિક પટેલની સભામાં હોબાળો, અલ્પેશ કથીરીયાના પોસ્ટર સાથે આવેલા યુવકોએ કર્યો વિરોધ

WhatsApp chat