TVના પરદા પર અચાનક આ ચેનલ આવી અને ચૂંટણીનું મતદાન પૂરું થયાની સાથે ગાયબ થઈ ગઈ છે

ચૂંટણીનું મતદાન પૂરું થયું અને 23 તારીખની રાહ જોવાઈ રહી છે. પણ આ તમામ ઘટના વચ્ચે ટેલિવિઝનની દુનિયામાં એક ગાયબ થવાની ઘટના સામે આવી છે. ગાયબ બીજુ કંઈ નહીં પરંતુ વિવાદોમાં રહેલી ટીવી ચેનલ “નમો” ગાયબ થઈ ગઈ છે. તમે એક વખત ફરી નમો ટીવી ચેનલ જોવા માટે પ્રયત્ન કરશો તો તમને આ ચેનલ મળવાની નથી. ચૂંટણી પૂરી અને ચેનલ ગાયબ.

આ પણ વાંચોઃ અમૂલનું દૂધ પીનારા લોકો માટે ખાસ સૂચનાઃ દૂધ લેવા જાઓ ત્યારે 2 રૂપિયા વધારે લઈ જવા પડશે, બાકી દૂધની થેલી નહીં મળે

નમો ટીવી ચેનલ ક્યારે શરૂ થઈ તેની ખબર તો તમને પણ નહીં હોઈ, અને ક્યારે ગાયબ થઈ ગઈ છે તે પણ તમને ખબર નથી પડવા દીધી. 26 માર્ચના દિવસે લોકોએ પોતાના ટીવી પર આ ચેનલ જોઈને ચોંકી ગયા હતા. ચૂંટણી શરૂ થયાના માત્ર થોડા સમય પહેલા જ આ ચેનલ શરૂ થઈ હતી. જો કે ચેનલ શરૂ થવાની ન તો કોઈ જાહેરાત આવી હતી. અને ન તો કોઈ સૂચના આપી હતી.

READ  પાકિસ્તાને ફરી ભારત માટે 3 આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્ર કર્યા બંધ

આ ચેનલના પ્રસારણને લઈ વિપક્ષી પાર્ટીઓ દ્વારા મોટા પ્રમાણમાં હંગામો કરાયો હતો. રાહુલ ગાંધી સહિતના નેતાઓએ કહ્યું કે કે નિયમોને બાજુમાં રાખીને આ ચેનલના પ્રસારણની મંજૂરી આપી દેવાઈ હતી. તો દેશના મોટા DTH ઓપરેટર્સે આ ચેનલને ફ્રી ટૂ એર આપી દીધી હતી. જેનો મતલબ આ ચેનલ જોવા લોકોએ કોઈ ચાર્જ ચૂકવવો પડ્યો નહોતો.

 

READ  VIDEO: મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈ ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ, ભાજપે ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી

ભાજપના ખર્ચાથી ચાલી રહી હતી ચેનલ

વિવાદ વધતાની સાથે ચૂંટણી પંચે સૂચના પ્રસારણ મંત્રાલય પાસે રિપોર્ટ માગી હતી અને આ ચેનલ વિશેની માહિતી માગી હતી. જેમાં જાણવા મળ્યું કે જાહેરાત આધારીત ચેનલ છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખર્ચ ઉઠાવવામાં આવી રહ્યો છે.

Top News Stories From Gujarat: 27/2/2020| TV9News

FB Comments