વડાપ્રધાન મોદી પર બની રહેલી BIOPIC ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં શરુ, જાણો કોણ બનશે આ ફિલ્મમાં નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આવનારી ફિલ્મ આજ કાલ ચર્ચામાં છે. જાણીતા અભિનેતા વિવકે ઓબરૉય આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના પાત્રમાં જોવા મળશે.

વિવિધ ફિલ્મોના જાણીતા ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શે પોતાના ટવીટર એકઉન્ટ પર એક પોસ્ટ મુકીને લોકોને જણાવી દીધું કે નરેન્દ્ર મોદીની બાયોપીક ફિલ્મનું શૂટિંગની અમદાવાદમાં શરુ થઈ ગયું છે. અમદાવાદ સિવાય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આ ફિલ્મ માટે શૂટિંગ કરાશે તેવું પણ તેને પોતાના ટિવટરના માધ્યમથી જણાવ્યું હતું.

તરણ આદર્શ દ્વારા કરાયેલી પોસ્ટના ફોટોમાં જાણીતા અભિનેતા વિવેક ઓબરોય અને ઓમંગ કુમાર ફિલ્મની શૂટિંગ કરતા જણાય આવે છે. આ ફિલ્મ 2018ના વર્ષથી ચર્ચામાં છે. પોસ્ટમાં લખ્યું કે નરેન્દ્ર મોદી બાયોપીકની શૂટિંગની શરુઆત અમદાવાદમાં થઈ ગઈ છે. અમદાવાદ સિવાય આ ફિલ્મને ગુજરાતના અન્ય સ્થળે પણ શૂટિંગ કરાશે. ફિલ્મમાં વિવેક ઓબરોય, બોમન ઈરાની અને દર્શન કુમાર પણ ભુમિકા ભજવશે. ફિલ્મનું નિર્માણ સુરેશ ઓબરોય અને સંદિપ એસ સિંહ સાથે મળીને કરી રહ્યા છે.

READ  Game of Thrones in Bhavnagar Market yard; workers face salary crisis-Tv9 Gujarati

ફિલ્મની તૈયારી 2 વર્ષથી ચાલી રહી છે અને ફિલ્મમાં મોદીના પાત્રનો અભિનય પરેશ રાવલ કરશે તેવી ખબર ચાલી હતી પણ છેલ્લે વિવેક ઓબરોયને ફાઈનલ કરવામાં આવ્યા હતા. આ બાયોપિક આધારિત ફિલ્મ લોકસભાની ચુંટણીના દિવસો પહેલાં પડદા પર રિલીઝ થઈ શકે તેવી શક્યતા છે.

[yop_poll id=867]

Now Amdavadis can enjoy adventure sports in Sabarmati river | TV9GujaratiNews

FB Comments