VIDEO: વ્લાદિવોસ્તોક શહેરમાં PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વીપક્ષીય બેઠક

રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વીપક્ષીય બેઠક યોજાઈ. જેમાં અનેક મહત્વના મુદ્દા પર વાતચીત થઈ છે. બંને દેશો વચ્ચે રક્ષા અને ઉર્જા સહિતના અનેક મુદ્દા પર મહત્વની વાતચીત થઈ છે. પીએમ મોદીએ મુલાકાત બાદ કહ્યું કે, બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના કરારો થયા છે. ભારત અને રશિયાના સંબંધો ખૂબ જૂના છે.

આ પણ વાંચોઃ સુરતમાં ગજાનન માટે ભક્તોને એટલી શ્રદ્ધા છે કે, માટી નહીં પણ હજારો હીરાથી બાપ્પાને શોભિત કરાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભાજપ હવે ગુજરાતમાં ચૂંટણી જીતવા યુવાનોને પહેરાવાશે ટોપી તો મહિલાઓને આપશે સાડીથી લઈને પીન, તમને પણ લાગશે નવાઈ

 

વડાપ્રધાન મોદીએ વ્લાદિમીર પુતિનનો આભાર માનતા કહ્યું કે, વ્લાદિવોસ્તોકમાં પૂર્વીય આર્થિક મંચ માટે તમારું આમંત્રણ આદરની બાબત છે. બંને દેશો વચ્ચેના સમર્થનમાં નવું પરિમાણ આપવાનો આ ઐતિહાસિક પ્રસંગ છે. પીએમ મોદીએ પુતિનને કહ્યું કે- તમે જાહેરાત કરી દીધી છે કે મને રશિયાના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી નવાજવામાં આવશે. હું તમારા અને રશિયાના લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું..આ આપણા 2 દેશોના લોકો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો દર્શાવે છે. 1.3 અબજ ભારતીયો માટે આ સન્માનની વાત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પૂર્વ BSF જવાન તેજ બહાદુરનું ફોર્મ રદ થવા માટે શું PM મોદી જવાબદાર છે? અલ્હાબાદ હાઈકોર્ટે PMOને મોકલી નોટિસ

આ પહેલા, પુતિને પીએમ મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ શિપ બિલ્ડિંગ કોમ્પલેક્સની મુલાકાત માટે એક જહાજમાં બેસીને રવાના થયા હતા. દ્રશ્યોમાં તમે મોદી અને પુતિનની દોસ્તીની આ તસવીરો જોઈ શકો છો. બંને દેશના સંબંધોને નવી ઉંચાઈ પર લઈ જવા, સંબંધોને મજબૂત કરવા આ મુલાકાત ખૂબજ મહત્વની છે. પીએમ મોદી અને વ્લાદિમીર પુતિને જહાજમાં એકાંતમાં મુલાકાત કરી હતી. જ્વેદ્દા શિપ-બિલ્ડિંગના સંકુલમાં મુલાકાત દરમિયાન વ્હાલદિમીર પુતિને ઈશારામાં પીએમ મોદીનો સાથ લેવાનું નક્કી કર્યું.સાથે જ શિપ બિલ્ડિંગની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ સહકાર વધારવાના મુદ્દા પર ચર્ચા કરી.

READ  VIDEO: વિદ્યાર્થીએ પૂછ્યું કે મારે રાષ્ટ્રપતિ બનવું છે તો PM મોદીએ આપ્યો કંઈક આવો જવાબ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments