મતદાન ન કર્યુ દિગ્વિજય સિંહે, વડાપ્રધાન મોદી અને શિવરાજ સિંહે કર્યા તેમની પર પ્રહારો

મધ્યપ્રદેશના ભોપાલમાં 12મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાયુ હતું. આ ચૂંટણીમાં ભોપાલમાં કોંગ્રેસના દિગ્વિજય સિંહ અને ભાજપના પ્રજ્ઞા ઠાકુર સામ-સામે છે. દિગ્વિજય સિંહ આખો દિવસ તેમના ક્ષેત્રમાં હતા. તેમનું મતદાન મથક રાજગઢમાં છે પણ તે ત્યાં જઈ શકયા નહી.

દિગ્વિજય સિંહ મત આપી શક્યા નહીં. વિરોધ પક્ષોએ તેમની આ વાત પર દિગ્વિજય સિંહ પર પ્રહારો કર્યા. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું કે દિગ્ગી રાજાએ આજે ગજબ કરી દીધુ. તે એટલા ગભરાઈ ગયા કે મત આપવા ના ગયા. ભોપાલમાં જ મતદાન મથક પર ફરતા રહ્યાં. મતદાન લોકતંત્રમાં આપણું કર્તવ્ય છે. એક વ્યક્તિ જે 10 વર્ષ મુખ્યમંત્રી રહ્યાં હોય, તે મત ના આપે તો લોકતંત્ર પ્રત્યે તેમની ભાવનાઓને સમજી શકાય છે.

 

READ  કમલ હસન પર 'હિંદુ આતંકવાદી' નિવેદનને લઈને ફેંકવામાં આવ્યું ચંપલ!

આ પણ વાંચો: જાણો F-21 ફાઈટર વિમાનની ખાસિયતો, જે અમેરિકા ફક્ત ભારતને આપવા ઈચ્છે છે

 

13મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી કરવા માટે રતલામ ગયા હતા. ત્યાં તેમને સ્ટેજ પર દિગ્વિજય સિંહ પર પ્રહારો કર્યા હતા. કહ્યું કે દેશ તેમના પ્રતિનિધિ ચૂંટી રહ્યાં છે. હું મત આપવા માટે અમદાવાદ ગયો હતો. રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ તેમનો મત આપવા માટે લાઈનમાં ઉભા રહ્યાં હતા પણ દિગ્ગી રાજાને મત આપવાની જરૂરિયાત પણ ના લાગી.

READ  VIDEO: ખેરાલુના એક મતદાન મથકમાં મતદાન શરૂ થયાના એક કલાકમાં જ EVM મશીનમાં ટેકનિકલ ખરાબી

 

Walled city of Ahmedabad declared as a buffer zone for Coronavirus containment

FB Comments