ક્યારેક લોકોને ચા પીવડવાનાર નરેન્દ્ર મોદીએ વૃદાંવનમાં બાળકોને પોતાના હાથે જમાડ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં એક કાર્યક્રમમાં ગરીબ અને પછાત વર્ગના બાળકોને પોતાના હાથોથી ખાવાનું પિરસ્યું છે. મોદી વૃંદાવનમાં આયોજીત અક્ષય પાત્ર ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અક્ષયપાત્ર એક NGO સંસ્થા છે, જે ગરીબ શાળાના બાળકોને મિડ ડે મીલની સેવા પૂરી પાડે છે. સોમવારે આ ફાઉન્ડેશને આશે 3 અબજ થાળીઓ પીરસવાનો રેકોર્ડ બનાવ્યો છે.

READ  દેશના સૌથી લાંબા પુલનું આવતીકાલે વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન, થશે તમારા 10 કલાકના સમયની બચત

અક્ષયપાત્રા દુનિયાની સૌથી મોટી રસોઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં એક કલાકની અંદર હજારોની સંખ્યામાં રોટી અને લાખો ટન શાક અને ભાતને તૈયાર કરવામાં આવે છે. જેને દેશની સરકારી સ્કુલોમાં અને સરકારી સહાયતાથી ચાલતી શાળાના બાળકોને મોકલવામાં આવે છે.

વડાપ્રધાન મોદી શક્તિશાળી ભારતના નિર્માણ માટે પોષિત અને સ્વસ્થ બાળકોને યોગ્ય ભોજપ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, તેમની સરાકાર બાળકોને સ્વસ્થ અને પૌષ્ટિક ભોજન મળી રહે તે દિશામાં કામ કરી રહી છે.

 

READ  CBI ડાયરેક્ટર આલોક વર્માએ પદ સંભાળ્યું અને 24 ક્લાકમાંજ બહાર

પીએમ મોદીએ કહ્યું કે, તેમની સરકાર બાળકોના ખાવા-પીવાથી લઈને રસીકરણ અને સ્વચ્છતા સંબંધિત મામલો પર સુરક્ષા આપવાના પ્રયત્ન કરી રહી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સાથે સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઈક પણ હાજર રહ્યા હતા. તેમજ મથુરાના સાંસદ હેમા માલિની પણ હાજર રહ્યા હતા.

[yop_poll id=1312]

Union MEA S. Jaishankar visits spot of 'Namami Devi Narmade' mahotsav to be celebrated on Sept 17

FB Comments