રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા, જુઓ VIDEO

રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે સાંજે 7 વાગ્યે 30મેના રોજ નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદએ નરેન્દ્ર મોદીને શપથ લેવડાવ્યા.

પહેલાં નંબરે નરેન્દ્ર મોદીએ શપથ લીધા ત્યારબાદ રાજનાથ સિંહ અને ત્રીજા નંબરે અમિત શાહે શપથ લીધા. અમિત શાહના શપથ લીધા બાદ નીતિન ગડકરીએ શપથ લીધા.

અમિત શાહે પણ લીધા કેબિનટ મિનિસ્ટર તરીકે લીધા શપથ.

નીતીન ગડકરી જે કેન્દ્રીય મંત્રી હતા અને તેમની પાસે ભારતનું ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું હતું. તેમની ફરીથી નાગપુરથી ચૂંટણી જીતીને મોદી સરકારની કેબિનેટમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

READ  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે, જુઓ VIDEO

 

 

ભારતની લોકશાહીના સૌથી મોટા તહેવાર ચૂંટણીમાં મોદી સરકારે ફરીથી લોકોનો દિલ જીતીને સત્તામાં વાપસી કરી લીધી છે. વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 6000થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં બિમ્સ્ટેક દેશોનાં 4 રાષ્ટ્રપતિ અને 3 દેશના પ્રધાનમંત્રીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજનીતિકની સાથે ખેલ જગત, મનોરંજન અને અન્ય હસ્તિઓ પણ હાજર છે.

READ  VIDEO: સુરતમાં શહીદોને સલામ કાર્યક્રમમાં આતંક મુદ્દે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની ગર્જના

 

CM Rupani reached Vadodara, to inaugurate Sursagar lake | Tv9GujaratiNews

FB Comments