તમે પણ પીએમ મોદીને રૂબરૂ મળી શકો, સપનું થઈ શકે સાકાર, બસ આટલી ‘યોગ્યતા’ હોવી જોઇએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 જાન્યુઆરીએ ‘પરીક્ષા પે ચર્ચા 2.0’ કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં મોદી હાઈસ્કૂલથી લઈ કૉલેજ સુધીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે પણ બોર્ડ પરીક્ષા અને એડમિશન પ્રક્રિયા શરુ થતાં પહેલા વાતચીત કરી હતી. જોકે આ વખતે ખાસ બાબત એ છે કે વિદ્યાર્થીઓને મોદી સાથે મુલાકાત કરવાની તક પણ મળશે

સરકાર તરફથી અપાયેલી માહિતી મુજબ કેટલાક સિલેક્ટેડ વિદ્યાર્થીઓને નરેન્દ્ર મોદીને મળવાનની તક અપાશે. આ કાર્યક્રમ દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમમાં યોજાશે અને તેનું લાઇવ પ્રસારણ થશે.

READ  આ રીતે જાણી શકાશે છે કે દવા અસલી છે કે નકલી, સરકારે લીધો નવો નિર્ણય
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ભારત સરકારની વેબસાઇટ પર જાહેર કરાયેલા જાહેરનામા મુજબ,

‘વર્ષનો તે સમય ફરી આવી ગયો છે કે જ્યારે આપણા ઘણા યુવા મિત્રો બોર્ડ અને અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં ભાગ લેશે. ગત વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ ભરના વિવિધ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. આ વર્ષે 29 જાન્યુઆરીએ વડાપ્રધાન ફરીથી વિવિધ વર્ગોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓના પરિજનો સાથે વાત કરશે. આ દરમિયાન લાઇવ કૉન્ફરન્સિંગ વડે વિદ્યાર્થીઓ મોદી સાથે જોડાશે.’

જાહેરનામા મુજબ,

READ  'ચપ્પા ચપ્પા અફવાહ ચલે..' લોકડાઉન ટ્રેક 14 કલાકારોએ ઘરે બેસીને જ રેકોર્ડ કર્યું!

‘સિલેક્ટેડ વિદ્યાર્થીઓને વડાપ્રધાન સાથે ભણતરથી સંબંધિત પ્રશ્નો પૂછવાની અનુમતિ મળશે. તેમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ સરકારની વેબસાઇટ પર કૉંટેસ્ટ (સ્પર્ધા)માં ભાગ લેવો પડશે.’

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે પોતાનો પ્રથમ આવો સંવાદ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કર્યો હતો. ત્યારે તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાના ડિપ્રેશન સામે લડવામાં સહાયક એક પુસ્તક ‘એગ્ઝામ વારિયર’ રિલીઝ કર્યુ હતું.

READ  પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું 'ભાજપની સરકાર આવશે તો શાંતિ મંત્રણા માટે સારૂ, કાશ્મીર મુદ્દે પણ ઉકેલ શક્ય'

કૉંટેસ્ટમાં ભાગ લેવા જુઓ Video :

[yop_poll id=608]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments