પાણીની આવક વધતાં નર્મદા ડેમની જળસપાટી 132.77 મીટર પર પહોંચી, ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા

ઉપરવાસમાં વરસાદી માહોલ યથાવત રહેતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની પાણીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીની આવક વધતાં ડેમની જળસપાટી 132.77 મીટર પર પહોંચી છે. અને હાલ ડેમમાં 2.73 લાખથી વધારે ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકના કારણે ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર, મુખ્યપ્રધાન રૂપાણીએ સોમનાથ મંદિરમાં કર્યું ધ્વજારોહણ

જેના કારણે ડેમમાંથી 2 લાખ 43 હજારથી વધુ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. અને ડેમના RBPH તેમજ CHPHના તમામ પાવર હાઉસ ચાલુ તો કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ડૂબેલો હોવાથી વાહન વ્યવહાર બંધ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્યમાં દારૂબંધીના ચોંકાવનારા આંકડા આવ્યા સામે! દારૂ અંગે સૌથી વધુ અમદાવાદમાં 4984 ફરિયાદો નોંધાઈ

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments