‘નર્મદાનું પાણી પીવાલાયક છે કે નહીં’ તે અંગે પાણી-પુરવઠા વિભાગના અધિકારીઓ વચ્ચે જ છે મતભેદ, સ્થાનિક અધિકારીના નિવેદન પર અપાયો તપાસનો આદેશ!

નર્મદા સરોવરમાંથી મૃત હાલતમાં માછલાં મળી આવતાં હવે દહેશતનો માહોલ ફેલાવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લાં ચાર દિવસથી મૃત માછલાં મળી આવવાનો મામલો એટલી હદે ગરમાયો છે કે સ્થાનિક તંત્રના અધિકારીએ કહી દીધું કે નર્મદાનું પાણી જ પીવાલાયક નથી.

 

આજ  કારણોસર દોઢ દિવસ સુધી નર્મદાની આસપાસના 138 જેટલા ગામડાંઓને પાણી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું. હદ તો ત્યારે થઈ જ્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને પુછવામાં આવ્યું ત્યારે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે તે બાબતની જાણ જ નહોતી. એથી પણ વિશેષ પીવા માટે પાણી અયોગ્ય છે તેવા સ્થાનિક અધિકારીના  નિવેદન બાબતે તો વિભાગના અધિકારીઓ દોડતાં થઈ ગયા.

READ  ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે બિન અનામત વર્ગને આપી બીજી ભેટ, હવે વય મર્યાદામાં કર્યો વધારો

આમ આખી વાત પર સ્થાનિક અધિકારીએ કદાચ સાચો ફોડ પાડી દીધો હોય તેમ લાગ્યું બીજી તરફ સમગ્ર મામલે તંત્રએ ફેરવી તોળ્યું હોય એમ સાચી વાત રજુ કરનારા અધિકારી પાસે જ કોના કહેવાથી નિવેદન કર્યું ? અને કોના કહેવાથી પાણી આપવાનું બંધ કર્યું ? એ બાબતે ખુલાસો માગવાના હુકમો કરી દેવાયા છે.

[yop_poll id=1095]

READ  જાણો કેમ SBI જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને રાજ્યના કૃષિ વિભાગે બ્લેકલિસ્ટ કરી?

Coronavirus cases on rise in Maharashtra, 327 cases reported till the day | Tv9GujaratiNews

FB Comments
About Nirmal 11 Articles
NIRMAL DAVE PRINCIPAL CORRESPONDENCE, TV9 GUJARAT GANDHINAGAR.