ટોલટેક્ષનું બેરિયર તોડીને 5 લોકોને કચડવા તૈયાર ST બસથી માંડ-માંડ બચ્યો જીવ

ગુજરાત એસટીનું સૂત્ર છે સલામત સવારી. પરંતુ બસ હંકારતા ડ્રાઈવરો જ એસટી નિગમના સૂત્રથી અજાણ હોય તેવું લાગે છે. ગુજરાત એસટીની એક બસ બેફામ સ્પીડમાં દોડતી હોય તેવા દ્રશ્યો વાયરલ થયા છે. આ પૂરઝડપે જઈ રહેલી બસ ટોલ પ્લાઝામાં પણ સ્પીડ ઘટાડતી નથી. અને ટોલ પ્લાઝાનું બેરિયર તોડીને ફૂલ સ્પીડમાં જ આગળ વધે છે. આ બેફામ સ્પીડના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.

READ  Kutch hit-and-run accused arrested from Rajasthan - Tv9 Gujarati

આ પણ વાંચોઃ લોકરક્ષક દળની ભરતીમાં અન્યાયના આક્ષેપ સાથે ચારણ, ભરવાડ, રબારી સમાજના રાજકોટમાં ધરણાં

જેમાં ટોલ પ્લાઝામાં ઉભેલા કેટલાક લોકોનો જીવ સહેજમાં જ બચી જાય છે. આ વાયરલ વીડિયો અડાલજ ટોલ પ્લાઝાનો હોવાની ચર્ચા છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજની ST નિગમે તપાસ હાથ ધરી છે. તેમાં ડ્રાઈવરની ભૂલ હોવાનું જણાશે તો એસટી નિગમ કડક પગલા લઈ શકે છે.

READ  અમદાવાદ: ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થતાં પહેલા જ એર ઈન્ડિયાની 2 ફ્લાઈટ અચાનક રદ, મુસાફરો પરેશાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments