નાસાએ લેન્ડર વિક્રમની લીધી તસવીર, ઈસરો માટે ચંદ્રયાન-2ને લઈને નવી આશા

ચંદ્રયાન-2ને લઈને ઈસરો સતત સંપર્ક સાધવાની કોશિશ કરી રહ્યું છે. નાસા દ્વારા મોકલવામાં આવેલાં મૂન ઓર્બિટરે ચંદ્રની એ જગ્યાના ફોટોગ્રાફ લીધા છે જ્યાં ચંદ્રયાન-2એ લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રયાન-2 ના ભાગ એવા વિક્રમ લેન્ડર સોફ્ટ લેન્ડિંગ વખતે પોતાની દિશામાંથી ભટકી ગચું હતું. આ લેન્ડર વિક્રમને શોધવા નાસા પણ કામે લાગી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ટ્રાફિકના ભારે દંડના ખોફથી અમદાવાદમાં માત્ર 2 દિવસમાં જ BRTS બસની આવકમાં થયો 2 લાખ રૂપિયાનો વધારો

અમેરિકાની અંતરિક્ષ એજન્સી દ્વારા જારી કરવામાં આવેલાં રિપોર્ટના આધારે ખબર મળી કે નાસાના લૂનર રિકોન્સિયંસ ઓર્બિટરે 17 સપ્ટેમ્બરના રોજ વિક્રમે જ્યાં લેન્ડિંગ કર્યું તેના ફોટો લીધા છે.

READ  વડાપ્રધાન મોદીને ભેટીને રડવા લાગ્યા ઈસરોના ચીફ, વડાપ્રધાને વધારી હિંમત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતની પાસે 21 સપ્ટેમ્બર છેલ્લો દિવસ છે કારણ કે તે બાદ ચંદ્રની સપાટી અંધકાર છવાઈ જશે અને ત્યારબાદ તેની સપાટી શું થઈ રહ્યું છે તેની જાણકારી મેળવી શકાશે નહીં. અત્યાર સુધી વિવિધ દેશોએ ચંદ્રના આ અંધકારવાળા ભાગ પર લેન્ડિંગ કરવાની હિંમત કરી નથી પણ ભારતે ત્યાં હિંમત કરી. જે એક ભારતની અંતરિક્ષમાં મોટી સિદ્ધી છે.

READ  RBIની દેખરેખમાં આવશે 1540 સહકારી બેંક, જાણો કેન્દ્રીય કેબિનેટએ ક્યાં ક્યાં નિર્ણયો કર્યા?

ઈસરો દ્વારા પહેલાં જ જાણકારી આપવામાં આવી હતી કે વિક્રમ લેન્ડર માત્ર 14 દિવસ કામ કરી શકે તેમ હતું. ત્યાં એક દિવસ પૃથ્વીના 14 દિવસ જેટલો હોય છે. ઉલ્લેખનીય છે કે સોફ્ટ લેન્ડિંગ ઈસરો કરાવી શક્યું નહોતું અને 2.1 કિમી દૂર જ વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારથી ભારતની સ્પેસ એજન્સી ઈસરો સતત વિક્રમ લેન્ડરની સાથે સંપર્ક સ્થાપવા માટે પ્રયત્ન કરી રહી છે અને નાસા પણ આ કાર્યમાં જોડાઈ છે.

READ  VIDEO: 'વિક્રમ લેન્ડરે' ચંદ્ર પર કર્યુ હતુ હાર્ડ લેન્ડિંગ, NASAએ જાહેર કરી તસવીર

 

 

Oops, something went wrong.
FB Comments