નશામાં ધૂત કાર ચાલકે ગાંધીનગર તપોવન સર્કલ રોડ પર 8 વાહનોને અડફેટે લીધા, એક મહિલા PSI સહિત 10 લોકો ઘાયલ

ગાંધીનગર અમદાવાદ રોડ પર આવેલા તપોવન સર્કલ રોડ પર ગત રાત્રે એક કારે 8 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલા PSI સહિત 10 લોકો ઘાયલ થયા. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. અકસ્માત સર્જનારને પણ ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જે ઘટનામાં કાર ચાલક નશામાં હોવાથી અકસ્માત સર્જાતા અડાલજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

22 સપ્ટેમ્બરે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં જગદીશ ઓડ નામનો કાર ચાલક ગાંધીનગરથી અમદાવાદ તરફ પોતાની કાર (નંબર GJ 01 KQ 1379)લઈને જઈ રહ્યો હતો. ત્યારે તપોવન સર્કલ પહોંચતા સુધીમાં જગદીશ ઓડે 2 એક્ટિવા, 2 રીક્ષા અને 4 કાર સહિત 8 થી વધુ વાહનોને ટક્કર મારી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  'વાયુ' વાવાઝોડાના સંકટ સામે ગાંધીનગર કંટ્રોલ રૂમમાંથી CM રૂપાણીએ કલેક્ટરોને આ 5 આદેશ કર્યા

જે ઘટનામાં એક્ટિવા પર સવાર મહિલા PSI વી.વી.વર્મા સહિત 10થી વધુ લોકોને ઇજા થતાં હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. જેમાં તમામની હાલત હાલ સ્થિર છે તો ઘટના સમયે તપોવન સર્કલ પાસે કાર ચાલક જગદીશ ઓડે કાબુ ગુમાવતા કાર ઉભી રહી જતા તેને પણ ઝડપી લેવાયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરતમાં ઝડપાયું સસ્તા અનાજનું કૌભાંડ! સ્થાનિકોએ રેડ કરી ઘઉં ભરેલો ટેમ્પો ઝડપ્યો

 

 

અકસ્માતની ઘટનામાં અકસ્માત સર્જનારને પણ ઇજા થતાં હાલ તેને પણ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કાર ચાલક ઘટના સમયે નશાની હાલતમાં હોવાથી અકસ્માત સર્જાયો છે. જેથી અડાલજ પોલીસે સમગ્ર ઘટનામાં કાર ચાલક જગદીશ ઓડ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

READ  VIDEO: સુરતના બે યુવકે લાખોના હીરા પર કંડારી PM મોદીની અનોખી પ્રતિકૃતિ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈજાગ્રસ્ત થયેલા લોકોના નામ

1. વી વી વર્મા. ( મહિલા PSI )
2. રિચા પટેલ
3. ઘનશ્યામ ઠાકોર
4. જગદીશ દંતાણી
5. નિકુલ ઠાકોર
6. વિકાસ વજીસિંગ
7. પ્રિન્સ પાંડે
8. યાસમીન સૈયદ
9. ઇસ્માઇલ સૈયદ
10. સલમાન ખાન શેખ

 

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192